Tuesday, April 23, 2024
Google search engine
HomeBollywoodલગ્ન જીવનમાં દગો મળતાં અભિનેત્રીએ ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં PM નરેન્દ્ર મોદી પાસે માંગી...

લગ્ન જીવનમાં દગો મળતાં અભિનેત્રીએ ધ્રૂસકે-ધ્રૂસકે રડતાં PM નરેન્દ્ર મોદી પાસે માંગી મદદ

ભોજપુરી ફિલ્મની એક્ટ્રેસ નેહા બંસલનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો પ્રમાણે, નેહા બંસલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી રહી છે. જ્યારે ધ્રૂસકે-ધ્રૂસકે રડીને નેહા બંસલના હાલ બેહાલ થયા છે. નેહાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિએ તેને મારીને છોડી દીધી છે.

નેહા બંસલે જણાવ્યું હતું કે, તેના માતા-પિતા નથી. લગ્ન માટે તેણે બધું જ વેચી દીધું હતું. નેહાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ ક્યારે તેના ઘરે લઈ જતો નહતો. તેનો પતિ સતત છ મહિના સુધી તેની સાથે રમત રમતો હતો. હવે તે કહે છે કે, તે અમેરિકન નાગરીક છે.

નેહાએ રડતા-રડતા કહ્યું હતું કે, હું ત્રણ દિવસથી ખાદ્યા-પિધા વગર પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છું કોઈ મારી મદદ કરો. મોદીજી પ્લીઝ મારી મદદ કરો. મારો પતિ અમેરિકન નાગરિક છે. તેણે છ મહિના પહેલાં મારી સાથે લગ્ન કર્યાં હતાં. મારા માતા-પિતા નથી એટલે મેં બધું જ વેચીને લગ્નનો તમામ ખર્ચો કર્યો હતો. પરંતુ મારાં પતિએ છ મહિના થયા હોવા છતાં પણ મારી જવાબદારી ઉઠાવી નથી. આજે તે મારા ઘરે આવીને તોડફોડ કરીને ભાગી ગયો છે.

નેહાએ કહ્યું હતું કે, મારો પતિ કહે છે કે તે અમેરિકન નાગરીક છે. તારા ભારતનો કાયદો મોરું કંઈ જ નહીં કરી શકે, હું તને સાથે નહીં રાખું, હું તને ક્યાંય નહીં લઈ જઉં.

નેહાએ કહ્યું હતું કે, તેના પતિની મા, બહેન અને જીજાજી તેની સાથે મળવા દેતી નથી. તે અમેરિકા ભાગી રહ્યો છે. જો તે ભાગી ગયો તો મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો બસશે નહીં. ચાર દિવસ બાદ મારું પહેલું કરવા ચોથનું વ્રત છે. હજી તો મારાં લગ્નની બંગડીઓ પણ ઉતરી નથી. એટલા માટે હું મોદીજીને અપીલ કરું છું કે, મારા પતિને અમેરિકા ભાગવાથી રોકો પ્લી મોદીજી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities Embark into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page