Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ વધ્યો, આવી ગયા નવા નિયમ, ક્લિક કરીને વાંચો

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ વધ્યો, આવી ગયા નવા નિયમ, ક્લિક કરીને વાંચો

ગુજરાત માટે મોટા બ્રેકિંગ સમાચાર આવ્યા છે. રાજ્યમાં ફરી રાત્રિ કર્ફ્યૂનો સમય વધારાયો છે. કોરોનાના કેસ વધતા 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કર્ફ્યુના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ, આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે.

નોંધનીય છે કે ગઈ 20 તારીખે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું, તે મુજબ રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 1થી સવારના 5 વાગ્યા સુધી યથાવત રખાયો હતો. પરંતુ હવે રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણના કારણે સરકારે આ નિર્ણય બદલવો પડ્યો છે અને 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રીના 11થી સવારના 5 વાગ્યા સુધીનો કર્યો છે.

સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં હવે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

RELATED ARTICLES

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments