Wednesday, April 17, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થ શુક્લાના ઘરે પોલીસના ધાડેધાડા ઉતર્યા, સામે આવી અંદરની તસવીરો

સિદ્ધાર્થ શુક્લાના ઘરે પોલીસના ધાડેધાડા ઉતર્યા, સામે આવી અંદરની તસવીરો

ટીવી-એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું બીજી સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી અવસાન થયું હોવાનું ડૉક્ટર્સે કહ્યું છે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ થઈ રહ્યું છે. હોસ્પિટલમાં સૌ પહેલા રાહુલ મહાજન આવ્યો હતો. સિદ્ધાર્થ શુક્લા માત્ર 40 વર્ષનો હતો. ચાહકો માટે આ સમાચાર પર ઘણાં જ શોકિંગ છે. ટીવીથી લઈ બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.

સિદ્ધાર્થ શુક્લાનું રાત્રે દવા લીધા બાદ અવસાન થયું હોવાની ચર્ચા થઈ રહી છે, આથી જ ઓશીવારા પોલીસ સ્ટેશનની ટીમ સિદ્ધાર્થના અપાર્ટમેન્ટ કેવીએરા 2માં આવી છે. અહીં સિદ્ધાર્થના ઘરની તથા બેડરૂમની તપાસ કરી રહી છે.

સૂત્રોના મતે, સિદ્ધાર્થે સૂતા પહેલાં કેટલીક દવાઓ ખાધી હતી. ત્યારબાદ તે સવારે ઊઠી શક્યો નહીં. સિદ્ધાર્થને પછી તરત જ કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. ડૉક્ટર્સના મતે, સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ અટેક આવ્યો છે. જોકે, સિદ્ધાર્થને દવાના ઓવરડોઝને કારણે હાર્ટ અટેક આવ્યો છે કે પછી એમ જ હાર્ટ અટેક આવ્યો છે તે વાત પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી ખબર પડશે. સિદ્ધાર્થનું કૂપર હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેના પરિવારના મતે, સિદ્ધાર્થ ગઈ કાલ રાત (1 સપ્ટેમ્બર, બુધવાર) સુધી એકદમ ફિટ હતો.

10 ઓગસ્ટે સો.મીડિયામાં એક ચાહકે સિદ્ધાર્થને એમ કહ્યું હતું કે તેણે પોતાના ફિઝિક પર ધ્યાન આપવાની જરૂર છે, જેના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે તે દવાઓ લઈ રહ્યો છે અને તેની સાઇડ ઇફેક્ટને કારણે તેનું વજન વધ્યું છે. તે થોડા સમય બાદ એકદમ ઠીક થઈ જશે.

સૂત્રોના મતે, સિદ્ધાર્થની નિકટની મિત્ર શહનાઝને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તેણે અધવચ્ચે શૂટિંગ છોડી દીધું છે. ઉલ્લેખનીય છે કે શહનાઝ તથા સિદ્ધાર્થ વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. થોડાં સમય પહેલાં બને ટીવી રિયાલિટી શો ‘ડાન્સ દિવાને’માં સાથે જોવા મળ્યા હતા.

સિદ્ધાર્થનો 12 ડિસેમ્બર, 1980ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. 2008માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.

Source: Divyabhaskar.com

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The captivating content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your thoughts soar! ? Don’t just explore, experience the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page