એકના એક દીકરાને કોરોના ભરખી ગયો, માતા-પિતાએ FD તોડાવી પૈસા ઉપાડી ગરીબોમાં વાપર્યા

કોરોના વાઇરસની ઝપેટમાં આવેલાં ઘણાં પરિવારમાં દુખની ઘડી આવી છે. ઘણાં પરિવારમાં એવું દુખ આવ્યું છે જેની કમી ક્યારેય પુરી શકાશે નહીં. આટલી મુશ્કેલી પરિવાર પર આવી હોવા છતાં ઘણાં ઘણાં લોકો એવા છે જે પોતાના સદસ્યને ગુમાવ્યા છતાં બીજા લોકોની જિંદગી બચવવા માટે મહેનત કરી રહ્યા છે. તેમની આંખોમાં આસું છે, પણ પડકારો વચ્ચે બીજાને હિંમત આપી રહ્યા છે. તે એવું ઇચ્છતા નથી કે, જે તેમને દુખ મળ્યું છે તે બીજાને મળે. એટલા માટે તેમણે પોતાનું બધુ જ સમર્પિત કરી દીધું છે.

માણસાઇનો દાખલો પુરો પાડતાં પતિ-પત્ની
મહામારીના સમયમાં અમદાવાદમાં રહેતાં રસિક મહેતા અને તેમની પત્ની કલ્પના માણસાઇનો દાખલો પુરો પાડી રહ્યા છે. દંપતિ છેલ્લાં એક વર્ષથી તે લોકોની મદદ કરી રહી છે, જે મહામારીની ઝપેટમાં આવી જિંદગી સામે લડી રહ્યા છે. એટલે માટે તે લાખો રૂપિયા ખરચીને સંક્રમિત દર્દીની પોતાના રૂપિયે સારવાર કરાવી રહ્યા છે. અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીને કોરોના કીટ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે.

દીકરાની એફડી તોડાવી બીજાની મદદ કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ગયાં વર્ષે રસિક મહિતા અને કલ્પના મહેતાના એકને એક દીકરાનું કોરોનાને લીધે નિધન થયું હતું. આ પછી તેમણે નક્કી કરી લીધું હવે અમે છીએ ત્યાં સુધી બીજાના દીકરાને આ મહામારીને લીધે મરવા દેશું નહીં. તેમનું કહેવું છે કે, ‘જે તેમની સાથે થયું છે તેવું ભગવાન કોઈ સાથે કરે નહીં. એટલે તે ગરીબ લોકોની સેવા કરી રહ્યા છે.’ દંપતિએ બીજા લોકોની મદદ કરવા માટે પોતાના દીકરાની 15 લાખ રૂપિયાની એફડી પણ તોડાવી દીધી છે. જેથી સમયસર કોઈ વ્યક્તિની સારવાર થઈ શકે. એટલું જ નહીં તેમણે પોતાની એક કારને એમ્બ્યુલન્સ બનાવી સેવામાં લગાડી દીધી છે.

ગરીબોને પોતાના રૂપિયે વેક્સિન લગાવડાવે છે
રસિક મહેતા અને તેમની પત્ની કલ્પના અમદાવાદના રોડ રસ્તા પર દરરોજ 7 વાગ્યે ગયા છે. તે એવાં લોકોને શોધે છે જેને કોરોનાની વેક્સિન લીધી ના હોય. ખાસ તો ગરીબો અને ભીક્ષુકને તે પોતાના રૂપિયાથી વેક્સિન અપાવે છે. તે પોતાની કારમાં બેસી લોકોને કોવિડના સેન્ટર સુધી લઈ જાય છે અને ત્યાં વેક્સિન લગાવડાવે છે. અત્યારસુધી તે 350થી વધુ લોકોને પોતાના ખર્તે વેક્સિન લગાવડાવી ચૂક્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.