Thursday, April 11, 2024
Google search engine
HomeAjab Gajabમધ્યપ્રદેશ: માત્ર 11 સેકન્ડમાં 100 મીટર દોડનાર ‘ઉસેન બોલ્ટ’નો ટ્રાયલમાં જ છેલ્લો...

મધ્યપ્રદેશ: માત્ર 11 સેકન્ડમાં 100 મીટર દોડનાર ‘ઉસેન બોલ્ટ’નો ટ્રાયલમાં જ છેલ્લો નંબર આવ્યો

ભોપાલ: હાલમાં રામેશ્વર સિંહના લેવાયેલા સ્પીડ ટેસ્ટમાં તે ઉમ્મીદ મુજબનું પ્રદર્શન કરી શક્યો નહતો. જોકે ટ્રેનિંગ પૂર્ણ કર્યાં બાદ રામેશ્વર ફરી એકવાર ટ્રાયલ આપશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ રામેશ્વર સિંહે રોડ પર ખુલ્લા પગે માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ પૂર્ણ કરી હતી તેનો વીડિયો વાયરલ થયા બાદ તેને ‘ઉસેન બોલ્ટ’ કહેવા લાગ્યા હતાં.

કેન્દ્રિય ખેલ મંત્રી કિરણ રિજિજૂએ 19 ઓગસ્ટે રામેશ્વરના સ્પીડ ટેસ્ટનો વીડિયો શેર કર્યો હતો. રિજિજૂનું માનવું છે કે, વધારે લોકો હોવાના કારણે રામેશ્વર પર ખૂબ પ્રેશર હતું. જેના કારણે તે સારું પરફોર્મ કરી શક્યો નહતો. રિજિજૂએ તેને ટ્રેનિંગ આપવાનો ભરોસો આપ્યો છે.

રામેશ્વર મધ્ય પ્રદેશના શિવપુરીમાં રહે છે. તેણે ખુલ્લા પગે 100 મીટરની રેસ 11 સેકન્ડમાં પૂરી કરી હતી. જેને જોતાં મધ્ય પ્રદેશના સ્પોર્ટ્સ મિનિસ્ટર જીતૂ પટવારીએ પણ રામેશ્વરને ભોપાલમાં સારી ટ્રેનિંગ આપવાની વાત કહી હતી.

રામેશ્વર 10મા ધોરણ સુધી ભણ્યો છે. તેના પરિવારમાં માતા-પિતા અને પાંચ ભાઈ-બહેન છે. પરિવાર ખેતી કરે છે. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તે આગળ અભ્યાસ કરી શક્યો નહતો.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of endless possibilities! ? The thrilling content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Dive into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page