Sunday, April 14, 2024
Google search engine
HomeFeature RightBJPના આ નેતાના નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો

BJPના આ નેતાના નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો

નવી દિલ્હી: ગોવામાં જ્યાં કોંગ્રેસના 10 નેતા ભાજપમાં જોડાઈ રહ્યાં છે ત્યાં કર્ણાટકમાં કોંગ્રેસ+જેડીએસના કેટલાંય ધારાસભ્ય રાજીનામાં આપીને એચડી કુમારસ્વામીની સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. આ બધાંની વચ્ચે ભાજપના મોટા નેતા મુકુલ રોયના નિવેદનથી પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગઇ છે.

ભાજપના નેતા મુકુલ રોય એ શનિવારના રોજ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ, માકપા (સીપીઆઈ-એમ) અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કુલ 107 ધારાસભ્ય ભાજપમાં સામેલ થશે. જો મુકુલ રોયનો આ નિવેદન સાચું સાબિત થયું તો મમતા બેનર્જી સરકાર ખતરામાં આવી શકે છે. એટલે કે અહીં પણ કર્ણાટક અને ગોવા જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. આ નિવેદન બાદ સત્તા પર બિરાજમાન મમતા બેનર્જીની સ્થિતિ વણસી ગઈ તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ગોવામાં ભાજપ ઓછી સીટો સાથે જોડતોડની મદદથી સરકાર બનાવામાં સફળ રહ્યું છે. ત્યાં કર્ણાટકમાં જેડીએસ+કોંગ્રેસનું ગઠબંધન હોવાના કારણે ભાજપ સૌથી મોટી પાર્ટી હોવા છતાં પણ સરકાર બનાવી શક્યું નહતું.

હવે મુકુલ રોય એ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું હતું કે, ઓછામાં ઓછા પશ્ચિમ બંગાળના 107 ધારાસભ્ય જો કે માકપા, કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના સભ્ય ભાજપામાં સામેલ થશે. અમારી પાસે તેમની યાદી તૈયાર છે અને તેઓ અમારા સંપર્કમાં છે. જો કે તેમણે નેતાઓ કયારે પક્ષપલટો કરશે તે નક્કી સમય કે ધારાસભ્યોના નામ અંગે કંઇપણ કહ્યું નથી.

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસના પાંચ ધારાસભ્ય જેમાં મુરુલના દીકરા સુભ્રાંશુ રોય પણ સામેલ છે. તેઓ ભાજપમાં જોડાઇ ગયા. તેઓ 60થી વધુ કોર્પોરેટર સાથે ભાજપમાં સામેલ થઇ ગયા હતા.

ભાજપમાં સામેલ થનાર તૃણમૂલ કોંગ્રેસના ચાર બીજા ધારાસભ્ય નોઆપારા સાથે સુનીલ સિંહ, બોંગનના બિશ્વજીત દાસ, લાબપુરથી મનીરૂલ ઇસ્લામ અને કલચીની વિધાનસભા સીટ પરથી વિલ્સન ચંપ્રામરી સામેલ છે. આ સિવાય બીજા બે ધારાસભ્ય કોંગ્રેસના તુષારક્રાંતિ ભટ્ટાચાર્ય અને માકપાના દેવેન્દ્ર નાથ રોય પણ ભાજપમાં સામેલ થઇ ગયા.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! ? Dive into this cosmic journey of imagination and let your imagination roam! ? Don’t just read, experience the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

  2. I engaged on this gambling website and won a considerable amount, but after some time, my mom fell sick, and I required to withdraw some money from my balance. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom died due to such gambling platform. I plead for your assistance in lodging a complaint against this site. Please help me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page