Tuesday, April 16, 2024
Google search engine
Homeજ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે શપથ લેતા હતાં ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીમાં...

જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે શપથ લેતા હતાં ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દિલ્હીમાં શેમાં વ્યસ્ત હતાં?

મુંબઈઃ 28 નવેમ્બરે સાંજે 6.40એ મહારાષ્ટ્રમાં નવો જ ઈતિહાસ રચાયો હતો. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ સીએમ તરીકે શપથ લીધા હતાં. આ શપથવિધિમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યાં હતાં. શિવસેનાએ ભાજપ સાથેનો છેડો ફાડીને કોંગ્રેસ તથા એનસીપી સાથે મળીને સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં જ્યારે ઉદ્ધવ ઠાકરે શપથવિધિ લેતા હતા ત્યારે પીએમ નરેન્દ્ર મોદી શું કરતાં હતાં, તે સવાલ દરેકને થાય તે સ્વાભાવિક છે. આમ પણ ભાજપે આર્થિક રાજધાની તથા દેશની રાજધાનીમાંથી સત્તા ગુમાવી દીધી છે. હવે, અમિત શાહ તથા નરેન્દ્ર મોદીની જોડી શું ચમત્કાર કરશે, તેના પર અનેકની નજરો છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત રિસેપ્શનમાં હાજર રહ્યાં હતાં.


ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ ફૅમ મોહેના કુમારી સિંહનું 28 નવેમ્બરે દિલ્હીમાં ગ્રાન્ડ રિસેપ્શન હતું. આ રિસેપ્શનમાં પીએમ નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યાં હતાં. નરેન્દ્ર મોદીની તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે નરેન્દ્ર મોદી, મોહેના કુમાર સિંહ તથા તેનો પતિ સૂયશ રાવત અને અન્ય પરિવારજનોએ કેમેરા આગળ પોઝ આપ્યો છે. સૂયર રાવત તથા નરેન્દ્ર મોદી એકબીજાનું અભિવાદન કર્યું હતું. મોહેના કુમારીએ આ ખાસ ક્ષણની સેલ્ફી પણ લીધી હતી.


રોયલ લુકમાં મોહેના-સૂયશ
મોહેનાએ બેબી પિંક એમ્બ્રોડયરી સલવાર સૂટ પહેર્યો હતો અને સૂયશ વ્હાઈટ પઠાણીમાં જોવા મળ્યો હતો. મોહેનાએ ટ્વિટર પર મોદી સાથેની સેલ્ફી અપલોડ કરીને પીએમનો આભાર માન્યો હતો.

14 ઓક્ટોબરે લગ્ન કર્યાં હતાં
મોહેના તથા સૂયશે હરિદ્વારમાં 14 ઓક્ટોબરે લગ્ન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે મોહેના કુમારી રેવાની (મધ્યપ્રદેશ) રાજકુમારી છે. આ પહેલાં રેવામાં ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. મોહેના લગ્ન બાદ એક્ટિંગ કરિયરને અલવિદા કહેશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! #MindBlown ? into this thrilling experience of knowledge and let your thoughts roam! ? Don’t just read, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the dimensions of discovery! ✨

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! ? ? into this thrilling experience of imagination and let your thoughts fly! ✨ Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary ? will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page