Tuesday, April 16, 2024
Google search engine
HomeNationalકેન્દ્રમાં ગુજરાત ફોર્મ્યુલા, અમિત શાહને ગૃહમંત્રી બનાવાયા, રાજનાથને સંરક્ષણ અને નિર્મલાને નાણા...

કેન્દ્રમાં ગુજરાત ફોર્મ્યુલા, અમિત શાહને ગૃહમંત્રી બનાવાયા, રાજનાથને સંરક્ષણ અને નિર્મલાને નાણા મંત્રાલય

નવી દિલ્હી: મોદી મંત્રીમંડળમાં મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવઈ છે. અમિત શાહને ગૃહ મંત્રાલય અને રાજનાથસિંહને સંરક્ષણ અને નિર્મલા સિતારમણને નાણા મંત્રાલયની જવાબાદારી સોંપવામાં આવી છે. જ્યારે એસ.જયશંકરને વિદેશ મંત્રાલય, નિતિન ગડકરીને પરિવહન, નરેન્દ્ર તોમરને કૃષિ અને પંચાયતીરાજ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે.

આ ઉપરાંત સદાનંદ ગૌડાને કેમિકલ, પિયુષ ગોયલને રેલ્વે, ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ, રવિશંકર પ્રસાદને લૉ, સ્મૃતિ ઈરાનીને કાપડ મંત્રાલય, હર્ષવર્દનને હેલ્થ, રમેશ પોખરિયાલને માનવ સંશાધન, મુખ્તાર અબ્બાસ નકવીને અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલય મળ્યું છે.

ગુજરાતમાંથી મનસુખ માંડવિયાને મિનિસ્ટ્રી ઓફ શિપિંગનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝરનો રાજ્યકક્ષા મંત્રીની જવાબદારી પણ આપવામાં આવી છે, જ્યારે પુરૂષોત્તમ રૂપાલને કૃષિ અને કિશાન કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ગઈ કાલ ગુરૂવારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા બાદ આજે સવારે મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી હતી. જ્યારે આજે સાંજે શુક્રવારે 5 વાગ્યે કેબિનેટની પહેલી બેઠક મળશે, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

નોંધનીય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં સીએમ પદે હતા ત્યારે અમિત શાહને ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે કેન્દ્રમાં પણ આ જ ફોર્મ્યુલા પ્રમાણે તેમને કેન્દ્રીય ગૃહમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of imagination and let your mind roam! ? Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page