Wednesday, April 10, 2024
Google search engine
HomeNational8મુ પાસ મિકેનિકે બનાવ્યું હતું હેલિકોપ્ટર, ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ થતાં થયું મોત

8મુ પાસ મિકેનિકે બનાવ્યું હતું હેલિકોપ્ટર, ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ થતાં થયું મોત

યવતમાલઃ મહારાષ્ટ્રના યવતમાલમાં યુવકના મેક ઇન ઇન્ડિયાનું સપનું તૂટી ગયું હતું. પરિક્ષણ દરમિયાન ‘મુન્ના હેલિકોપ્ટર’ ક્રેશ થવાને કારણે શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખનું મોત થયું છે. યવતમાલ જિલ્લાના ફુલસાવંગી ગામમાં રહેતા શેખ ઈસ્માઈલ ઉર્ફે મુન્ના શેખે અભ્યાસ તો માત્ર આઠ ધોરણ સુધી જ કર્યો છે. જોકે, તે હેલિકોપ્ટર બનાવવા માગતો હતો.

24 વર્ષીય મુન્ના શેખ ગેસ વેલ્ડર તરીકે કામ કરતો હતો. પછી તે ગેરેજમાં કામ કરવા લાગ્યો હતો. તેણે અહીંયા જ અલગ અલગ સાધનો ભેગા કરીને હેલિકોપ્ટર બનાવ્યું હતું. તેણે પોતાના આ હેલિકોપ્ટરનું નામ મુન્ના હેલિકોપ્ટર રાખ્યું હતું.

વિસ્તારના સ્થાનિક વિધાયક રાજેન્દ્ર નજરધાને કહ્યું હતું કે મુન્નો વધારે ભણેલો ગણેલો નહોતો. જોકે, તેને પોતાની કળાથી નામ રોશન કર્યું હતું. પ્રેમથી લોકો તેને રેન્ચો કહીને બોલાવતા હતા. મુન્ના શેખે બનાવેલા હેલિકોપ્ટરને જોવા માટે બેંગલુરુથી એક્સપર્ટ ટીમ આવવાની હતી.

જોકે, ઉત્સાહમાં આવીને એક દિવસ પહેલાં જ મુન્નાએ હેલિકોપ્ટર ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો અને આ દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ઈસ્લાઈલના મોતથી ઉમરખેડ વિધાનસભા વિસ્તારમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી.

મુન્નાના પરિવારમાં એક ભાઈ તથા બહેન છે. મોટોભાઈ મુસવીર ગેસ વેલ્ડર છે અને પિતા ઘરમાં જ રહે છે. ઈસ્લાઈલની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે નાના-મોટા કામ કરતો હતો. તે વોશિંગ મશીન, કૂલર રિપેરિંગનું પણ કામ કરતો હતો. તેણે હેલિકોપ્ટર બનાવવાની રીત શોધી કાઢી હતી અને ધીમે ધીમે પાર્ટ બનાવ્યા હતા અને વેલ્ડિંગ કરીને જોડ્યા હતા. બે વર્ષની મહેનત રંગ લાવી હતી અને હેલિકોપ્ટર તૈયાર કર્યું હતું.

15 ઓગસ્ટના રોજ ઈસ્લાઈલને બનાવેલા હેલિકોપ્ટરનું લોન્ચિંગ થવાનું હતું. એન્જિન જમીન પર ચાલુ થયું હતું. 750 એમ્પીયર પર હતું. અચાનક જ હેલિકોપ્ટરનો છેલ્લો પંખો તૂટીને મુખ્ય પંખા સાથે અથડાયો હતો અને હેલિકોપ્ટરને જોરદાર ધક્કો વાગ્યો હતો.

આ દરમિયાન હેલિકોપ્ટર ઉડાડવાની તૈયારી કરતા ઈસ્માઈલના માથે અનેક ઈજા થઈ હતી. ઈસ્માઈલનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of exhilarating insights! ? Embark into this thrilling experience of imagination and let your imagination soar! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page