Saturday, April 20, 2024
Google search engine
HomeBollywoodશિવલેખનું આકસ્મિક નિધનની વાત ખબર પડતાં જ પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં

શિવલેખનું આકસ્મિક નિધનની વાત ખબર પડતાં જ પિતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યાં

મુંબઈઃ ‘સસુરાલ સિમર કા’ સીરિયલ ફેમ ચાઈલ્ડ આર્ટિસ્ટ શિવલેખ સિંહના આકસ્મિક નિધનથી ટીવી જગતમાં શોક જોવા મળી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં ટીવી સ્ટાર્સ શિવલેખના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પ્રગટ કરી રહ્યાં છે. જોકે પુત્રનું અકાળે અવસાન થવાથી માતા-પિતા હિંમત હારી ગયા છે. હાલમાં જ શિવલેખના પિતા શિવેન્દ્ર સિંહે એકના એક પુત્રના જવા અંગે વાત કરી હતી. તેઓ વાત કરતાં કરતાં રડી પડ્યાં હતાં અને પુત્રને યાદ કરી રહ્યા હતાં.

શિવેન્દ્રે ગળગળા સાદે કહ્યું હતું કે, તેઓ અંગતકામ માટે બિલાસપુર ગયા હતાં અને રાયપુર સ્થિત ઘરે પરત ફરતા હતાં. જોકે ઘરે પરત ફરતાં સમયે જ બધું પૂરું થઈ ગયું હતું. ડ્રાઈવર નવીને ઈજા થઈ હતી. તેમની પત્ની તથા તેઓ બેભાન જ થઈ ગયા હતાં.

તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમનો દીકરો હવે આ દુનિયામાં રહ્યો નથી. તેમને ખ્યાલ નથી કે, તેમનો દીકરો કેવી રીતે મોતને ભેટ્યો હતો. તે કારની આગળની સીટ પર પણ બેઠો પણ નહતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.

શિવેન્દ્રે કહ્યું હતું કે, ભૂલ ટ્રક ડ્રાઈવરની જ હતી અને તેમને ખ્યાલ નથી કે ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી કે નહીં. શિવલેખ તેમનું એકનું એક સંતાન હતો. શિવલેખના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માત 18 જુલાઈએ થયો હતો. અકસ્માતમાં શિવેલખનું ઘટના સ્થળ પર જ નિધન થયું હતું. જ્યારે માતા લેખના, પિતા શિવેન્દ્ર તથા ડ્રાઈવર નવીન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. ઘટનાના બીજા દિવસે એટલે કે 19 જુલાઈએ માતા-પિતાને શિવલેખના નિધનની વાત કરવામાં આવી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this gambling website and managed a considerable sum of money, but later, my mother fell ill, and I needed to cash out some funds from my account. Unfortunately, I faced difficulties and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to such online casino. I implore for your assistance in bringing attention to this site. Please assist me to achieve justice, so that others won’t undergo the suffering I am going through today, and stop them from shedding tears like mine. ???�

  2. I participated on this online casino platform and won a substantial amount of money. However, eventually, my mother fell gravely sick, and I required to cash out some earnings from my wallet. Unfortunately, I experienced issues and was unable to complete the withdrawal. Tragically, my mom passed away due to such online casino. I earnestly plead for your support in addressing this concern with the platform. Please assist me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and avert them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page