Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightકલેક્ટરની પત્નીએ અડધો કલાક લાઈનમાં ઉભા રહી કરાવી પુત્રની સારવાર, સાદગીની...

કલેક્ટરની પત્નીએ અડધો કલાક લાઈનમાં ઉભા રહી કરાવી પુત્રની સારવાર, સાદગીની ચારેતરફ ચર્ચા

દેહરાદૂન: સામાન્ય રીતે એવી છાપ છે કે ઉચ્ચ અધિકારીઓ અને તેમના પરિવારવાળાઓ VIP કલ્ચરનો ભરપૂર લાભ ઉઠાવતા હોય છે, પણ હાલમાં સામે આવેલો કિસ્સો આનાથી તદન અલગ છે. ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લા વિકાસ અધિકારી સવિન બંસલની પત્નીએ સાદગીની મિશાલ રજૂ કરી હતી.

શુક્રવારે પોતાના પુત્રની સારવાર કરાવવા આવેલા અધિકારીની પત્ની સુરભિએ હોસ્પિટલમાં પોતાની ઓળખ જણાવી નહોતી. એટલું જ નહીં સુરભિ બંસલે વીઆઈપી ટ્રીટમેન્ટ લીધી ન હતી અને એક ઉત્તમત ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પુત્રને ડોક્ટરને દેખાવડા માટે લાઈનમાં ઉભી રહી. અંદાજે અડધો કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી તેમનો વારો આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ બાળકની સારવાર કરવવા માટે સુરભિ બંસલ બીડી પાંડે જિલ્લાના હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે એક સામાન્ય નાગરિકની જેમ હોસ્પિટલના કાઉન્ટ પર લાઈનમાં ઉભા કરીને એન્ટ્રી પાસ બનાવડાવ્યો હતો અને બાળકની સારવાર કરાવી હતી.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે સુરભિ બંસલે હોસ્ટિલમાં જિલ્લા વિકાસ અધિકારીની પત્ની હોવાની ખબર પડવા દીધી નહોતી. હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે તેમને લેવા સરકારી વાહન આવ્યું ત્યારે તે વાતની ખબર પડી હતી. અધિકારીની પત્નીની સાદગીની આખા શહેરમાં ચર્ચા છે.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page