નીતા અંબાણીની વહુ શ્લોક ફરી એકવાર આવી ચર્ચામાં, તસવીરોમાં જુઓ અદભુત અવતાર
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પોતાના ફેશન સેન્સને લઈને હંમશા ચર્ચામાં રહે છે. આકાશ આમ તો મોટેભાગે ટી-શર્ટ અને જીન્સમાં જ જોવા મળે છે પરંતુ તે ટ્રેડિશનલ લૂકમાં પણ એટલી જ સુંદર લાગે છે અને તેની આ સ્ટાઈલ તેના ફેન્સ પણ પસંદ છે.
પોતાના લગ્નમાં શ્લોકાનો મહારાણી જેવો એકદમ શાહી ઠાઠ જોવા મળ્યો હતો. ત્યારે તે ફરી પોતાના આવા જ લૂકના કારણે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર શ્લોકાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. જેમાં તે યલો કલરના લહેંગામાં એકદમ સુંદર લાગી રહી છે. શ્લોકાના લહેંગા પર મલ્ટીકલરની એમ્બ્રોઈડરી કરેલી હતી.
શ્લોકાએ પોતાના લૂકને પૂરો કરવા માટે લાઈટ મેકઅપ કર્યો હતો. આ ઉપરાંત તેણે માંગ ટીકો પણ લગાવ્યો હતો. શ્લોકાએ થોડા હેવી આઉટફિટ સાથે કોઈપણ પ્રકારની જ્વેલરી પહેરી નહોતી.
શ્લોકાના આ આઉટફિટને ડિઝાઈનર અનામિકા ખન્નાએ ડિઝાઈન કર્યું હતું. આ પહેલા શ્લોકાની મેકઅપ વગરની તસવીરો સામે આવી હતી. આ તસવીરો એરપોર્ટ પરની હતી. જ્યારે તે મેનચેસ્ટરમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે પતિ સાથે પહોંચી હતી.