Friday, April 19, 2024
Google search engine
HomeGujaratબિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મામલો: રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને પોલીસે કરી અટકાયત

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો મામલો: રજૂઆત કરવા આવેલા ઉમેદવારોને પોલીસે કરી અટકાયત

ગાંધીનગર: બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના ઉમેદવારો ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે 100થી વધુ રજૂઆત કરવા ગયેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત સમર્થન આપનાર પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની અકટાયત કરવામાં આવી છે. કિરીટ પટેલને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવાયા છે. ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસ પુરાવા સાથે કર્યો હતો. જ્યારે આ મુદ્દે પરીક્ષા આપનાર ઉમેદવારોએ પણ સમગ્ર બનાવને ખુલ્લો પાડ્યાનો દાવો કર્યો હતો.

થોડા દિવસો પહેલાં જ યોજાયેલી બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે મહેસાણા, પાટણ, રાજકોટ, વડોદરા, ભરૂચ સહિતના વિસ્તારના 150થી વધારે ઉમેદવારો ગાંધીનગર રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જોકે પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. તમામને બસમાં બેસાડીને હેડ ક્વાર્ટર લઈ જવાયા હતા. આ સાથે જ કર્મયોગી ભવનમાં આઈ કાર્ડ વગર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. 750 પોલીસ કર્મીઓ કાફલો ખડકી દેવાયો છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ગાંધીનગર રજૂઆત કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરવાની શરૂઆત કરતા ગાંધીનગર રજૂઆત કરવા આવેલા ઉમેદવારોમાં દોડધામ મચી હતી. જ્યારે પોલીસ અને ઉમેદવારો આમને સામને પણ આવી ગયા હતાં. પોલીસ બચવા માટે ઉમેદવાર રસ્તા પર જ્યાં જગ્યા મળી ત્યાં દોડ્યા હતાં. જોકે પોલીસે ઉમેદવારની પીછો કરીને પકડ્યાં હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page