Friday, April 12, 2024
Google search engine
HomeFeature Rightવર્લ્ડ રેકોર્ડ બનવા પર માલિકને મળ્યા 2 લાખ રૂપિયા, 4 વર્ષ પહેલા...

વર્લ્ડ રેકોર્ડ બનવા પર માલિકને મળ્યા 2 લાખ રૂપિયા, 4 વર્ષ પહેલા ખરીદી હતી અનોખી ભેંસ

તાજેતરમાં એક વ્યક્તિએ ચોરીના ડરને કારણે પોતાની ભેંસ 51 લાખ રૂપિયામાં વેચી દીધી. આ વાત સાચી છે કે વ્યક્તિએ પોતાની ભેંસ 51 લાખ રૂપિયામાં વેચી દીધી, કારણ કે આ કોઈ સામાન્ય ભેંસ નહોતી. પોતાની ભેંસ ખાસ હોવાને કારણે તેના માલિકને સતત તેના ચોરી થવાનો ડર રહેતો હતો અને આ જ કારણે તેણે સમજદારીપૂર્વક પોતાની ભેંસ વેચવાનો નિર્ણય કર્યો હતો.

લોકો વિચારતા હશે કે ભેંસ આટલી ખાસ કેવી રીતે હતી કે તેની માટે કોઈ 51 લાખ રૂપિયા આપે. વાસ્તવમાં આ ભેંસના નામે એક વર્લ્ડ રેકોર્ડ છે. જેના કારણે જ તે 51 લાખ રૂપિયામાં વેચાઈ. આ ભેંસ દ્વારા 33.131 કિલોગ્રામ દૂધ આપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. આ ભેંસ પહેલા રેકોર્ડ પાકિસ્તાનની એક ભેંસના નામે હતો, તે રેકોર્ડ 32.050 કિલોગ્રામ દૂધનો હતો.

ભેંસના માલિક સુખબીરે જણાવ્યું કે, ભેંસનું નામ સરસ્વતી છે. તેની ભેંસે બનાવેલા વર્લ્ડ રેકોર્ડ બદલ સુખબીરને 2 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. જોકે ચોરીના ડરને કારણે તેને પોતાની ભેંસ વેચવી પડી હતી. સુખબીર એક ખેડૂત છે. સુખબીરે 4 વર્ષ અગાઉ સરસ્વતીને ખરીદી હતી. સુખબીરે ખોખા ગામના ખેડૂત પાસેથી સરસ્વતી ભેંસને ખરીદી હતી અને પછી સરસ્વતીએ ઘણા બાળકોને જન્મ પણ આપ્યો હતો.

સુખબીરે જણાવ્યું કે, સરસ્વતી ભેંસનું દૂધ વેચી તે 1 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી લેતો હતો. તેણે સરસ્વતી ભેંસને વેચવા એક સમારોહનું આયોજન કર્યું હતું અને તેમાં ઘણા ગામના લોકો આવ્યા હતા. તેણે આ સમારોહ માટે યુપી, રાજસ્થાન, પંજાબ જેવા રાજ્યોના ખેડૂતોને આમંત્રણ મોકલ્યું હતું. સમારોહમાં 700 જેટલા ખેડૂતો આવ્યા હતા. લુધિયાણાના પવિત્ર સિંહે આ સમારોહમાં સૌથી મોટી બોલી લગાવી અને સરસ્વતી ભેંસને પોતાની સાથે લઈ ગયો હતો.

સુખબીરે આગળ જણાવ્યું હતું કે, તેની ભેંસ સરસ્વતીએ 29.31 કિલો દૂધ આપી હિસારમાં પ્રથમ ઈનામ જીત્યું હતું. હિસારમાં થતા સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બફેલોના રિસર્ચ કાર્યક્રમમાં સરસ્વતીએ 28.7 કિલો દૂધ આપી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત હરિયાણા પશુધન વિકાસ બોર્ડની સ્પર્ધામાં સરસ્વતીએ 28.8 કિલો દૂધ વેચી રેકોર્ડ બનાવ્યો હતો.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The captivating content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this cosmic journey of discovery and let your thoughts fly! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

  2. ? Wow, this blog is like a cosmic journey soaring into the universe of wonder! ? The captivating content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exhilarating insights! ? ? into this exciting adventure of knowledge and let your imagination fly! ✨ Don’t just explore, savor the excitement! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page