Sunday, April 14, 2024
Google search engine
HomeRecipeવરસાદી મૌસમમાં હળવું ભોજન કરવું હિતાવહ છે, તો બનાવો સાત્વિક ખીચડી

વરસાદી મૌસમમાં હળવું ભોજન કરવું હિતાવહ છે, તો બનાવો સાત્વિક ખીચડી

કિંજલ બ્રહ્મભટ્ટ, અમદાવાદઃ ચોમાસાની સિઝનમાં બાળકો તથા સિનિયર સિટિઝને બને ત્યાં સુધી હળવું ભોજન લેવું જોઈએ. આજે અમે તમને એવું જ હળવું ભોજન બનાવતા શીખવીશું. તો આજે બનાવીશું સાત્વિક ખીચડી.

સામગ્રી :
1/2 કપ ખીચડીના ચોખા
1/2 કપ ફોતરાવાળી મગની દાળ
1 ચમચી લાલ મરચું પાવડર
1/2 ચમચી હળદર પાવડર
1 ચમચી ધાણાજીરું
મીઠું સ્વાદ અનુસાર
થોડા મીઠા લીમડાના પત્તા
1-2 લાલ વાઘરીયા મરચા
3 ચમચી ઘી – વધાર માટે
1/2 ચમચી જીરું
1/2 ચમચી રાઈ
ચપટી હિંગ
4 કપ પાણી
(ઈચ્છા અનુસાર કાજુ-બદામ-દ્રાક્ષ)

રીત:
1.દાળ-ચોખા ધોઈને બાજુ પર મુકો
2. કૂકરમાં ઘી મૂકી, લીમડાના પત્તા, વાઘરીયા મરચા, રાઈ-જીરું નાંખો
3. જો સૂકામેવા નાખવાનાં હોવ, તો તે પણ ઉમેરો
4. તેમાં દાળ-ચોખા ઉમેરી સરસ રીતે મિક્સ કરો અને બધો મસાલો ઉમેરો
5. મસાલો નાખ્યા બાદ, 4 કપ પાણી ઉમેરી કૂકર બંધ કરી લગભગ 3 થી 4 સિટી વાગવા દો
6. કૂકર એકદમ ઠંડુ થયા પછી જ ખોલો
7. તૈયાર છે ગરમાગરમ સાત્વિક ખીચડી.

આવી જ અન્ય રેસિપી અને આરોગ્યને લગતી માહિતી માટે ફોલો કરો આ પેજઃ

https://www.facebook.com/AaharAneAarogya/

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of excitement! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits ? into this exciting adventure of imagination and let your mind roam! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments