Wednesday, April 10, 2024
Google search engine
HomeSportsસાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક સાળીના લગ્નમાં કેમ ન આવ્યો? જાણો સામે...

સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક સાળીના લગ્નમાં કેમ ન આવ્યો? જાણો સામે આવ્યું મોટું કારણ

હૈદરાબાદ: ભારતીય ટેનિસ સુપર સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા બે દિવસ પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાઈ હતી. અનમ મિર્ઝાએ ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝરૂદ્દીનના પુત્ર અસદુદ્દીનની સાથે હૈદરાબાદમાં ગ્રાન્ડ વેડિંગ કર્યાં હતાં. આ લગ્ન અવસર પર બન્નેના પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતાં. અનમ મિર્ઝા અને અસદુદ્દીનના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને અઝરૂદ્દીનના પુત્ર અસદુદ્દીનન લગ્નગ્રંથીથી જોડાયા હતાં. આ અસવરે નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અનમ અને અસદ નિકાહ વાંચીને એક બીજા સાથે લગ્નના બંધનમાં બંધાયા હતાં. દુલ્હનના ડ્રેસમાં અનમ સુંદર લાગતી હતી અને અનમે પોતાના નિકાહમાં પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો કેરી કર્યો હતો. અનમે લગ્નની ડ્રેસ સાથે હેવી નેકલેસ પણ પહેર્યો હતો.

સદ ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો હતો. અનમ અને અસદ બંને લગ્નની જોડામાં એક બીજાને કોમ્પલિમેન્ટ કરી રહ્યા હતા. નિકાહ દરમિયાન અનમ અને અસદ બંને ખુબ ખુશ જોવા મળ્યાં હતાં. અનમ મિર્ઝાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને તસવીરો સાનિયાનો સંપૂર્ણ પરિવાર જોવા મળ્યો હતો જોકે એક જ વ્યક્તિ જોવા મળ્યો નહતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી છે.

સાનિયા મિર્ઝાની બહેન અનમના લગ્નમાં પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક જોવા મળ્યો નહતો. લગ્નમાં કોઈ પણ જગ્યાએ અને નિકાહ સમયે પણ શોએબ મલિક જોવા મળ્યો નહતો. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

સોશિયલ મીડિયામાં શોએબ મલિક ક્યાં છે? એવા સવાલો પૂછવામાં આવી રહ્યા હતાં. અનમ મિર્ઝાના લગ્નમાં સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિકા કેમ ગેરહાજર રહ્યો હતો તેનું મોટું કારણ સામે આવ્યું છે. મીડિયાના સુત્રો પ્રમાણે, પાકિસ્તાનની ઓલરાઉન્ડર શોએબ મલિક હાલ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) રમવામાં વ્યસ્ત છે. 12 ડિસેમ્બરે તેણે ઢાકામાં રાજશાહી રોયલ્સ તરફથી રમતા 36 રનની અણનમ ઈનિંગ રમી હતી અને તેની ટીમે ઢાકા પ્લાટૂનને 9 વિકેટે પરાજય આપ્યો હતો. નોંધનીય છે કે, સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક ક્રિકેટમાં વ્યસ્ત હોવાથી સાળી અનમના લગ્નમાં હાજરી આપી શક્યો નહતો તેવું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this thrilling experience of discovery and let your imagination roam! ✨ Don’t just read, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the worlds of endless wonder! ✨

  2. I participated on this gambling site and secured a substantial sum of cash. However, afterward, my mother fell gravely sick, and I needed to cash out some funds from my account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I earnestly plead for your support in bringing attention to this concern with the site. Please assist me in seeking justice, to ensure others do not endure the anguish I’m facing today, and prevent them from experiencing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page