Friday, April 19, 2024
Google search engine
HomeGujaratગુજરાતના આ ‘વાસુદેવે’ દોઢ વર્ષની નાની બાળકીને પાણીમાંથી કેવી રીતે બચાવી? જુઓ...

ગુજરાતના આ ‘વાસુદેવે’ દોઢ વર્ષની નાની બાળકીને પાણીમાંથી કેવી રીતે બચાવી? જુઓ આ રહી તસવીરો

વડોદરામાં ધોધમાર 20 ઈંચ વરસાદ ખાબક્યા બાદ ટાપુમાં ફેરવાઈ ગયેલા વડોદરાની એક તસવીરે સૌને હચમચાવી નાખ્યા હતાં. આ તસવીરમાં એક વ્યક્તિ માથા પર પ્લાસ્ટિકના ટબમાં દોઢ મહિનાની એક બાળકીને ગળા સુધી ભરાયેલા પાણીમાં બચાવીને જઈ રહ્યા હતા તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જોકે શરૂઆતમાં એવા અહેવાલ હતા કે આ બાળકીને તેના પિતા બચાવીને લઈ જઈ રહ્યા છે પરંતુ હવે આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે.

આ ઘટના વડોદરાના દેવપુરા વિસ્તારની છે. જ્યાં સ્લમ એરિયામાં વરસાદનું પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. બાળકીને બચાવનારા પીએસઆઈનું નામ ગોવિંદ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગોવિંદે ‘વાસુદેવ’ બનીને નાની બાળકીને બચાવી લીધી હતી. આ તસવીર બહુ જ વાયરલ થઈ છે અને લોકો વખાણ કરી રહ્યા છે.

મીડિયા સાથે વાત કરતા આ જાંબાઝ પીએસઆઈએ જણાવ્યું હતું કે, બાળકીને બચાવવી ખૂબ મોટો પડકાર હતો. કારણ કે, તેનો પરિવાર જે જગ્યાએ ફસાયેલો હતો ત્યાં પાણીનું સ્તર તો ગળા સુધી હતું પરંતુ પાણીનો પ્રવાહ પણ ખૂબ જ શક્તિશાળી હોવાથી બેલેન્સ રાખવું અઘરું હતું. બાળકીને પકડવામાં જો વધુ જોર લગાવાય તો પણ બાળકીને વાગી જાય તેમ હતું. આખરે બાળકીને પ્લાસ્ટિકના ટબમાં મૂકવામાં આવી હતી.

આખરે એક દોરડું બાંધ્યા બાદ બાળકીને બચાવવા માટે તેને પ્લાસ્ટિકના ટબમાં મૂકવામાં આવી હતી અને આ ટબને પીએસઆઈએ પોતાના માથા પર મૂકીને બાળકીને ગળાડૂબ પાણીમાંથી જેમ તેમ કરીને બહાર કાઢી હતી. પીએસઆઈની કામગીરીને તેમના સ્ટાફે જ નહીં પરંતુ સ્થાનિક લોકોએ પણ વધાવી લીધી હતી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of knowledge and let your imagination roam! ✨ Don’t just explore, savor the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. Поширені уявлення про тактичні рюкзаки
    Легендарний амуніція
    купити рюкзак тактичний [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page