Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightબિહાર: બાળકનો ડાબો હાથ તૂટ્યો હતો ને ડોક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી...

બિહાર: બાળકનો ડાબો હાથ તૂટ્યો હતો ને ડોક્ટરે જમણા હાથે પ્લાસ્ટર કરી દીધું

પટના: બિહારની દરભંગા હોસ્પિટલ (ડીએમસીએચ)ની બેદરકારી સામે આવી છે. એક બાળકનો ડાબો હાથ તૂટી જતાં બિહારના દરભંગા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં તેના જમણા હાથ પર પ્લાસ્ટર ચઢાવી દેવામાં આવ્યું હતું. DMCHમાં માત્ર બિહાર જ નહીં નેપાળના લોકો પણ સારવાર માટે આવતા હોય છે.

એક બાળકના ડાબા હાથે ફ્રેક્ટર થયું હતું તેની સારવાર માટે પિતા પોતાના પુત્રને લઈને બિહારની જાણી દરભંગા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યા હતાં જ્યાં તેણે ડોક્ટરને કહ્યું હતું કે, બાળકને ડાબા હાથમાં ફ્રેક્ટર થયું છે ત્યાર બાદ ડોક્ટરે સારવાર શરૂ કરી જોકે ડોક્ટરને એ નહોતી ખબર કે ફ્રેક્ટર કયા હાથે થયું છે. ડોક્ટરે બાળકના ડાબા હાથના બદલે જમણા હાથે પ્લાસ્ટર ચડાવી દીધું હતું.

ત્યાર બાદ ફરિયાદ કરવા માટે જ્યારે બાળકની માતા હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટને મળવા પહોંચી તો તેણીને મંગળવારે આવવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ હોસ્પિટલલના સુપ્રિન્ટેન્ડન્ટ રાજ રંજન પ્રસાદે તેને બીજા દિવસે 11 વાગ્યે આવવાનો સમય આપ્યો હતો. મજબુર થઈને પીડિત પરિવાર તેના ગામ પરત ફર્યો હતો.

ભોગ બનનાર બાળક ફૈઝાનની માતા કહે છે કે, આ ખૂબ જ બેદરકારી છે. અમને હોસ્પિટલ દ્વારા એક પણ ગોળી આપવામાં આવી ન હતી. તેની તપાસ થવી જોઈએ.

આ બાબતે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાજ રંજન પ્રસાદે કહ્યું હતું કે, આરોગ્ય પ્રધાને મને આ બાબતની તપાસ કરવા અને સંબંધિત ટીમ સાથેની આ બેદરકારીને સ્પષ્ટ કરવા કહ્યું છે. હું આ ઘટનાની નિંદા કરું છું અને આ મુદ્દાને યોગ્ય કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ ઘટનામાં સામેલ લોકોને સજા થશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I played on this gambling website and succeeded a considerable cash, but after some time, my mom fell ill, and I required to withdraw some earnings from my account. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mom died due to the gambling platform. I implore for your assistance in lodging a complaint against this website. Please support me to achieve justice, so that others do not experience the pain I am going through today, and avert them from crying tears like mine. ????

  2. I participated on this gambling site and won a considerable sum of money. However, eventually, my mom fell gravely sick, and I needed to take out some funds from my wallet. Unfortunately, I encountered difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother passed away due to the online casino. I earnestly ask for your help in bringing attention to this situation with the site. Please assist me to obtain justice, to ensure others do not face the anguish I’m facing today, and prevent them from undergoing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page