Wednesday, April 10, 2024
Google search engine
HomeFeature Rightઆ ગામમાં દરેક વ્યક્તિના એકાઉન્ટમાં જમા છે કરોડો રૂપિયા, એક લટાર મારશો...

આ ગામમાં દરેક વ્યક્તિના એકાઉન્ટમાં જમા છે કરોડો રૂપિયા, એક લટાર મારશો તો મોહી જશો

બેઈજિંગ- આ ગામ ચીનના જિયાંગ્સૂ રાજ્યમાં આવેલું છે, જેનું નામ વાક્શી છે. ચીનના આ ગામમાં જઈ તમે કોઈ દેશના રાજધાની જેવી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. આ ગામની સુવિધાઓ જોતા તેને સુપર વિલેજ નામ આપવામા આવ્યું છે. ગામમાં 72 માળની બિલ્ડિંગ, હેલિકૉપ્ટર, ટેક્સિ, થીમ પાર્ક અને લક્ઝરી વિલા પણ છે. ગામમાં મળતી સુવિધાઓ તેને શહેર કરતા વધુ સુંદર બનાવે છે.

આ ગામની વસ્તી 2 હજાર લોકોની છે. લોકોએ જણાવ્યું કે, અહીં દરેક વ્યક્તિના ખાતામાં એક કરોડથી વધુ જમા છે. આ ઉપરાંત દરેક પરિવારને અહીં વસવા માટે તંત્ર દ્વારા કાર અને વિલા આપવામા આવ્યા છે. પરંતુ જો તમે ગામ છોડી અન્ય સ્થળે જાવ તો તમારે આ વસ્તુઓ તંત્રને પરત આપવી પડે છે.

અહીં લોકો શાનથી પોતાનું જીવન પસાર કરે છે. વાક્શીને કરોડો ડૉલરની કંપનીઓનો ગઢ માનવામા આવે છે, જેમાં સ્ટિલ અને શિપિંગ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે.

ગામના મોટાભાગના ઘર એક જેવા છે, બહારથી જોવા પર તે એક હોટલ જેવા લાગે છે. ગામમાં હેલિકૉપ્ટર, ટેક્સી અને થીમ પાર્ક પણ આવેલા છે.

અહીં ગામમાં શાનદાર રસ્તા પણ છે. એકસમયે ગામમાં આવી કોઈપણ સુવિધાઓ જોવા મળતી નહોતી અને ગામ ઘણું પછાત મનાતું હતું.

ગામની પ્રગતિ અને સફળતા પાછળનો શ્રેય કોમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનિક સચિવ વૂ રેનાબોને આપવામા આવે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of imagination and let your thoughts roam! ✨ Don’t just read, savor the excitement! ? ? will be grateful for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page