Saturday, August 31, 2024
Google search engine
HomeFeature Rightઆ છે ડાયરાના કલાકાર રાજભા ગઢવીનું આલીશાન ઘર, નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને...

આ છે ડાયરાના કલાકાર રાજભા ગઢવીનું આલીશાન ઘર, નેસમાં સિંહો વચ્ચે ઉછેરીને થયા છે મોટા

One Gujarat, Ahmedabad: આજે આપણે એવા એક કલાકારની વાત કરીશું જે ગીરના જંગલમાં સિંહોની વચ્ચે ઉછેરીને મોટા થયા છે. કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર એટલ રાજભા ગઢવી. ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી ક્યારેય શાળાએ નથી ગયા, છતાં આજે ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રમાં આગળ પડતું નામ ધરાવે છે.  રાજભા ગઢવીએ ખંત અને મહેનતથી મોટું નામ કમાયા છે. તેમણે પરિવાર માટે લક્ઝુરિયર્સ ઘર બનાવ્યું છે. રાજભા ગઢવી આજે ફોર્ચ્યુનર કારમાં ફરે છે. રાજભા ગઢવી હાલમાં કોરોનાના કહેરમાં જરૂરિયાતમંદ લોકોને રાશન પહોંચાડી સેવાકાર્ય પણ કરી રહ્યા છે. તો આવો નજર કરીએ રાજભા ગઢવીના ઘરની તસવીરો પર…

ગીરના જંગલમાં કનકાઈ-બાણેજ પાસે લીલાપણી નેસમાં રાજભા ગઢવીનો જન્મ થયો હતો. નેસમાં રહેતા હોવાથી બાળપણથી જ પશુપાલનનું કામ જાણે છે.

રાજભા ગઢવી બાળપણમાં ભેંસો ચરાવતી વખતે રેડિયો સાંભળતા હતા. રેડિયો પર તેઓ હેમુ ગઢવી સહિતના કલાકારોએ સાંભળતા અને ગાયકીના હુન્નર શીખ્યા હતા.

રાજભામાં બાળપણથી પ્રતિભા હતી. તેઓ સારું ગાતા હોવાથી તેમના પરિવારજનોએ પ્રોત્સાહન આપ્યું હતું. રાજભાએ વર્ષ 2001માં સતાધાર નજીકના રામપરા ગામે પોતોના સમાજના એક સંમેલનમાં ગાવાની પહેલી તક મળી હતી.

આ સંમેલનમાં એક પ્રખ્યાત કલાકારને આવવાનું મોડું થતાં તેમની જગ્યાએ રાજભાને ગાવાનો ચાન્સ મળ્યો હતો. અહીંથી રાજભા ગઢવીની કિસ્મત બદલાઈ ગઈ હતી. આ સંમેલનમાં રાજભાઈએ દુહા-છંદ લલકારી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ધીમે ધીમે રાજભાની ખ્યાતિ ફેલાવવા લાગી. રાજભાનો અવાજ પસંદ આવતા ગીર નજીકના ગામોમાં કાર્યક્રમો મળવા લાગી. બાદમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં રાજભાના ડાયરના કાર્યકમો યોજાવા લાગ્યા હતા.

આજે રાજભા ગઢવી ભજનિક ઉપરાંત લોકસાહિત્યકાર અને ઉમદા કવિ તરીકે નામના ધરાવે છે. એટલું જ નહીં તેમણે ‘સાયબો મારો ગોવરિયો’ સહિત અનેક રચનાઓ બનાવી છે.

રાજભાએ પોતાના દુહા-છંદ અને લોકોગીતોનું પુસ્તક ‘ગીરની ગંગોત્રી’ બહાર પાડ્યું છે. રાજભાએ ગુજરાત બહાર નાસિક-ઓરિસ્સા અને આફ્રિકામાં પણ કાર્યક્રમો કર્યા છે.

રાજભા છેલ્લાં 12 વર્ષથી પરિવાર સાથે ગીર છોડીને જૂનાગઢમાં સ્થાયી થયા છે. તેમના પરિવારમાં માતા-પિતા ઉપરાંત પત્ની અને બે દીકરી અને એક દીકરો છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I played on this online casino platform and secured a substantial amount of earnings. However, later on, my mother fell critically ill, and I required to cash out some money from my wallet. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to the gambling platform. I urgently request your assistance in bringing attention to this issue with the online casino. Please assist me to obtain justice, to ensure others do not experience the hardship I’m facing today, and prevent them from experiencing similar tragedy. ??

  2. ? Wow, this blog is like a cosmic journey blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of discovery and let your thoughts fly! ✨ Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page