Tuesday, April 9, 2024
Google search engine
HomeBollywoodઅભિનેત્રી આલિયા ભટ્ટે બોડીગાર્ડ્સ સાથે ખરાબ વર્તન કર્યું પછી શું થયું?

અભિનેત્રી આલિયા ભટ્ટે બોડીગાર્ડ્સ સાથે ખરાબ વર્તન કર્યું પછી શું થયું?

મુંબઈ: અભિનેત્રી આલિયા ભટ્ટને હંમેશાં બધાંની સાથે સારું વર્તન કરતી જોવા મળે છે પરંતુ આ વખતે આલિયાનો જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને ચાહકો એટલા ગુસ્સે થયા છે કે, તેમણે એક્ટ્રેસને ના કહેવાનું કહી દીધું છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં મીડિયાના લોકો મૂવી સેટ પર આલિયાના આવવાની રાહ જોતાં જોવા મળી રહ્યા છે તે જ્યારે આવે છે તો ત્યાં હાજર બોડીગાર્ડ્સ તેની કાર પાસે દોડીને આવે છે જેથી તેને પાપારાઝીથી હેરાનગતિ ન થાય.

કારમાંથી ઉતરતી વખતે આલિયાએ મીડિયાને જોઈને સ્માઈલ આપીને આગળ વધવા લાગી હતી. આ દરમિયાન તે બોડીગાર્ડ્સથી પાછળ રહી ગઈ હતી. આ વાતનો જ્યારે ગાર્ડ્સને અહેસાસ થયો ત્યારે તે તરત રોકાઈ ગયો હતો પરંતુ આ નાનકડી ભૂલ પર આલિયા ભટ્ટ જોરદાર ભડકી ગઈ હતી.

 

View this post on Instagram

 

#aliabhatt on location

A post shared by Viral Bhayani (@viralbhayani) on


આલિયાએ બંને બોડીગાર્ડ્સને કટાક્ષભર્યા અંદાજમાં આગળ આવવા માટે કહેવા લાગી હતી. તે વારંવાર ‘તમે જાઓ, નહીં તમે જ આગળ ચાલ્યા’ કહેતી જોવા મળી હતી. ત્યાર બાદ આલિયા વેનિટી વાન પાસે પહોંચી હતી અને કેમેરા માટે પણ માંડ એક સેકન્ડ પોઝ આપીને જતી રહી હતી.

આલિયાનો આવો વ્યવહાર લોકોને પસંદ આવ્યો ન હતો. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે એક્ટ્રેસની આલોચના શરૂ કરી દીધી. કોઈએ કહ્યું હતું કે, આ સ્ટારડમની અસર છે. તો કોઈએ આલિયાને સલાહ આપી કે, આ લોકો તમારી સુરક્ષા માટે છે અને તેમનું સન્માન કરવું જોઈએ.

 

View this post on Instagram

 

#aliabhatt snapped on location #sadak2 shoot in Mumbai today #viralbayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on


યૂઝર્સે એ વાતની પણ આલોચના કરી હતી કે, આલિયા મીડિયાને જોઈને હસી પણ નહીં અને ના તેમના માટે પોઝ આપ્યો. એક યૂઝરે એ વાતને પોઈન્ટ આઉટ કરતા લખ્યું હતું, કે, જે મીડિયા અને ફેન્સના કારણે આજે તે તેમની સાથે જ આ રીતે વર્તી રહી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The thrilling content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this exciting adventure of imagination and let your imagination roam! ? Don’t just read, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your brain will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page