Saturday, April 13, 2024
Google search engine
HomeBollywoodલાખોની લક્ઝુરિયર્સ કારમાં ફરે છે તારક મહેતાના કલાકારો, જાણો બબીતાજી કઈ કારમાં...

લાખોની લક્ઝુરિયર્સ કારમાં ફરે છે તારક મહેતાના કલાકારો, જાણો બબીતાજી કઈ કારમાં વટ પાડે છે?

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીનો આજે એટલે કે 26 મેના રોજ 53મો જન્મદિવસ હતો. આ સીરિયલના દરેક પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. તમને ખ્યાલ છે કે આ સીરિયલના કલાકારો સેટ પર કઈ કારમાં બેસીને આવે છે.

દિલીપ જોષી (જેઠાલાલ): દિલીપ જોષી એટલે કે જેઠાલાલને ગાડીઓનો ઘણો જ શોખ છે. જેઠાલાલ પાસે Audi Q7 કાર છે. આ ઓડી કારની કિંમત આશરે 80 લાખની આસપાસ હોવાનું ચર્ચાય છે. તે આ જ કારમાં બેસીને સેટ પર આવે છે. ટોયોટા ઈનોવા પણ જેઠાલાલ પાસે છે. આ કાર 14 લાખ રૂપિયાની છે.

દિશા વાકાણી (દયાભાભી) : દિશા વાકાણીને લગ્નમાં તેના ભાઈ મયુર વાકાણીએ ઓડી ક્યૂ 7 આપી હતી. આ કાર 78 લાખની છે.

શૈલેષ લોઢા (તારક મહેતા) : સીરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા પાસે પણ મર્સિડિઝ બેન્ઝ કાર છે. આ ઉપરાંત તેની પાસે ઓડી ક્યૂ 3, કોરલ તથા ઈન્ડિયો કાર છે.

મુનમુન દત્તા(બબીતા) : બબીતા એટલે કે મુનમુન દત્તા પાસે ઈનોવા ક્રિસ્ટા કાર છે. આ કારની કિંમત 23.02 લાખ રૂપિયા છે. આ ઉપરાંત તેની પાસે હોન્ડા મોબિલો કાર પણ છે. આ કારની કિંમત 9 લાખ રૂપિયા છે.

અમિત ભટ્ટઃ (ચંપકચાચા) : ચંપકદાદા એટલે કે અમિત ભટ્ટ પાસે પણ ઈનોવા ક્રિસ્ટા કાર છે.

સોનાલિકા જોષી (માધવીભાભી) : માધવીભાભી એટલે કે સોનાલિકા જોષીએ એમજી હેક્ટર કાર ખરીદી છે. આ પહેલાં તેની પાસે ટોયોટાની ઈટોસ કાર હતી.

તનુજ મહાશબ્દ (ઐયર) : બબીતાજીના પતિનું પાત્ર ભજવી રહેલા ઐયર એટલે કે તનુજ મહાશબ્દ પાસે બ્રાન્ડેડ બીએમડબલ્યૂ કાર છે.

મંદાર ચાંદવડકર(ભીડે માસ્તર) : ગોકુલધામ સોસોયટીના એકમેન સેક્રેટર ભીડ માસ્તર પાસે ફોક્સવેગર વેન્ટો હેચબેચ કારે છે.

શ્યમામ પાઠક (પોપટલાલ): પત્રકાર પોપટલાલ ટોયોટા ઈનોવા કારમાં ફરે છે. આ કારની અંદાજિત કિંમત રૂપિયા 15 લાખ છે.

અંબિકા રંજનકર (કોમલભાભી) : મિસિસ હાથી એટલે કે અંબિકા રંજનકર પાસે Toyota Innova MPV મોડેલની કાર છે. જેની કિંમત અંદાજે 15 લાખ આસસાપ હોવાનું કહેવાય છે.

શરદ સાંકલા(અબ્દુલ) : ગોકુલધામ સોસાયટીમાં દુકાન ચલાવતા અબ્દુલ એટલે કે શરદ સાંકલા પાસે મારૂતિ સુઝીકી સ્વિફ્ટ કાર છે. જેની કિંમત અંદાજે 6 લાખ રૂપિયા છે.

તન્મય વેકરિયા (બાઘો) :જેઠાલાલનો જે મગજ ફેરવી નાખે છે એ દુકાનમાં કામ કરતો બાઘો એટલે કે તન્મય વેકરિયા પાસે હોન્ડા સિટી કાર છે. જેની કિંમત અંદાજે 12 લાખ રૂપિયા છે.

મયુર વાકાણી (સુંદર) : દયાભાભીનો સીરિયલમાં અને રીયલ લાઈફમાં ભાઈ મયુર વાકાણી પાસે હોન્ડા જાઝ કાર છે.

ભવ્ય ગાંધી (ટપુ) : ‘તારક મહેતા’નો જૂનો ટપુડો એટલે કે ભવ્ય ગાંધી પાસે ઓડી એ4 કાર છે. આ કારની કિંમત 47 લાખ રૂપિયા છે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. I participated on this casino website and secured a substantial sum of earnings. However, afterward, my mother fell gravely ill, and I required to cash out some earnings from my account. Unfortunately, I experienced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I kindly ask for your help in addressing this situation with the site. Please help me in seeking justice, to ensure others won’t experience the hardship I’m facing today, and stop them from facing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page