Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodસંજુબાબાની બહેનોને સહેજય નહોતી ગમતી માન્યતા, કહી દીધી હતી આવી વાતો

સંજુબાબાની બહેનોને સહેજય નહોતી ગમતી માન્યતા, કહી દીધી હતી આવી વાતો

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તની પર્સનલ લાઈફ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. આજે સંજય દત્ત પર્સનલ લાઈફમાં ઘણો ખુશ છે. તેની પત્ની માન્યતા અને બંને બાળકો પણ ઘણા ખુશ છે. સંજય દત્ત પત્ની માન્યતાની જેમ પોતાની બંને બહેનો પ્રિયા અને નમ્રતાની ઘણી નિકટ છે.

સંજય પોતાની બંને બહેનો સાથે ઘણો જોડાયેલો છે. એક સમય તેના જીવનમાં એવો પણ આવ્યો હતો જ્યારે તેમના પરિવારમાં રહેલ ફેમિલી ડ્રામા મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. સંજયની નાની બહેન પ્રિયા દત્તે માન્યતાને સુનીલ દત્ત અને નર્ગિસની વહુનો દરજ્જો આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ સમયે સંજય દત્તે પણ પોતાની બહેનની આકરી ટિપ્પણીનો જવાબ આકરા શબ્દોથી જ આપ્યો હતો. આ ત્યારની ઘટના છે જ્યારે સંજય અને માન્યતાએ સિક્રેટલી લગ્ન કર્યા હતા. આ વાતની જાણ સંજયે પોતાની બંને બહેનોને થવા દીધી નહોતી.

સંજય અને માન્યતાના લગ્ન બાદ પ્રિયા અને નમ્રતાએ પણ તમામ સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી હતી. તે બંનેએ માન્યતાને સંજયની પત્ની માનવાનો ઈન્કાર કરી દીધો હતો. બહેનોના વિરોધ બાદ ત્રણેય ભાઈ-બહેનના સંબંધો બગડવા લાગ્યા હતા. આ માટે પણ માન્યતાને જ જવાબદાર ઠેરવવામાં આવી હતી. જ્યારે સ્વ. રાજનેતા અમર સિંહે સંજય દત્તના સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારે આ સંબંધો વધુ બગડ્યા હતા.

લગ્ન બાદ ચૂંટણી લડવાના ખબરથી અજાણ પ્રિયા દત્તે તે સમયે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,‘માન્યતા સંજયની પત્ની નથી. આ સાથે જ તે નરગિસ અને સુનીલ દત્તની વહુ પણ નથી જેવો દાવો સિંહ કરે છે. માન્યતા માત્ર એવી મહિલા છે જેણે મારા ભાઈને ફસાવ્યો છે. તેના કારણે પિતાનું નામ પણ કલંકિત થઈ રહ્યું છે. અમે તે મહિલાની વિરુદ્ધ છીએ કારણ કે તેનું ભૂતકાળ સારું નથી રહ્યું.’

પ્રિયા દત્તના આવા નિવેદનને કારણે સંજય પણ પોતાના ગુસ્સા પર કાબુ રાખી શક્યો નહોતો. તેણે કહ્યું કે,‘માન્યતા સુનીલ અને નરગિસ દત્તની વહુ છે. આ વાત અંગે શંકાને કોઈ સ્થાન નથી.

પાલી હિલમાં માત્ર એક જ મિસ્ટર એન્ડ મિસિઝ દત્ત છે અને તે હું અને માન્યતા છીએ. મારી બહેનો તો લગ્ન બાદ પણ પિતાની સરનેમ સાથે લગાવીને ફરે છે.’ જોકે સંજય અને તેમની બહેનોના સંબંધ ટ્વિન્સ બાળકોના જન્મ બાદ સુધર્યા હતા. પ્રિયા જ ભત્રીજા-ભત્રીજીને લેવા હોસ્પિટલ ગઈ હતી.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of exciting insights! ? ? into this exciting adventure of discovery and let your thoughts roam! ? Don’t just read, experience the thrill! ? Your brain will thank you for this thrilling joyride through the worlds of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page