આમિર ખાનને લઈ કરિશ્મા કપૂરે કર્યો ચોંકવનારો ખુલાસો, કહ્યું- હું થર થર કાંપવા લાગી હતી

Bollywood Featured

મુંબઈઃ અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી કરિશ્મા કપૂર હાલ પોતાના ડિજિટલ ડેબ્યૂને લઇને ખૂબ જ ચર્ચામાં છે. કરિશ્મા ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થનારી વેબ સીરિઝ ‘મેન્ટલહુડ’માં નજર આવશે. આ વેબ સીરિઝની મદદથી કરિશ્મા ખૂબ જ લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરશે. આ દરમિયાન તેણે એક ઇન્ટરવ્યૂમાં 24 વર્ષ પહેલા આવેલી ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં આમિર ખાન સાથે પોતાના કિસિંગ સીનને લઇને મોટો ખુલાસો કર્યો હતો. આ ફિલ્મ 90ના દશકની બ્લોકબ્લસ્ટર ફિલ્મ હતી.

ઇન્ટરવ્યૂમાં કરિશ્માએ કહ્યું હતું કે ‘રાજા હિન્દુસ્તાની’ને લઇને અનેક યાદો યાદ છે. પરંતુ જ્યારે આ ફિલ્મ આવી ત્યારે લોકો વચ્ચે કિસિંગને લઇને ખુબ જ ચર્ચા થઇ હતી. પરંતુ લોકોને નહીં ખબર હોય કે આ કિસિંગ સીન સૂટ કરવામાં ત્રણ દિવસનો સમય લાગી ગયો હતો.

તેણે જણાવ્યું કે હતું કે તે એ વિચારી રહી હતી કે ક્યારે ખતમ થશે આ કિસ સીન, કારણ કે ફેબ્રુઆરી મહિનામાં ઉંટીમાં એટલી ઠંડી હતી એ દરમિયાન સાંજે 6 વાગ્યે આ સીન શૂટ કરવામાં આવ્યો હતો. ઠંડીને કારણે તે ધ્રૂજી રહી હતી.

1996માં આવેલી બ્લોકબ્લસ્ટર ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં લીડ એક્ટ્રેસ માટે કરિશ્મા કપૂર ડાયરેક્ટરની પ્રથમ પસંદ નહોતી. ધર્મેશ દર્શને આ ફિલ્મ પહેલા ઐશ્વર્યા રાયને ઓફર કરી હતી. પરંતુ એ સમયે ઐશ્વર્યાએ કોઇ નિર્ણય ના લીધો કે એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવું છે કે નહીં. આથી તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ જુહી ચાવલાને ઓફર કરવામાં આવી હતી.

પરંતુ એ દિવસોમાં આમિર ખાન અને જુહી વચ્ચે તકરાર ચાલી રહી હતી, આથી તેણે પણ ઓફર ઠુકરાવી દીધી હતી. ત્યારબાદ ડાયરેક્ટરે પુજા ભટ્ટને લેવાનું વિચાર્યું પરંતુ આમિરે ડાયરેક્ટરને એવી એક્ટ્રેસને લેવાનું કહ્યું જેની સાથે તેણે સ્ક્રીન શેર ના કરી હોય અને ધર્મેશે કરિશ્મા કપૂરને સાઇન કરી. ફિલ્મનું ગીત ‘તેરે ઇશ્ક મેં નાચેંગેં..’માં આમિરને નશામાં દેખાડવામાં આવ્યો છે. આ ગીતમાં રિયલ ફિલ લાવવા માટે આમિર ખાન એક લીટર વોડકા પી ગયા હતા.

ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’માં કામ કરવા માટે પહેલા આમિર ખાન તૈયાર નહોતો, પરંતુ ડાયરેક્ટરે તેને જણાવ્યું હતું કે આ ફિલ્મ કમર્શિયલી સારી જશે. આ ફિલ્મમાં આમિર-કરિશ્માના કિસિંગ સીનને બોલીવૂડ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી લાંબો કિસિંગ સીન માનવામાં આવી રહ્યો છે. આ સીનને શૂટ કર્યા પહેલા ડાયરેક્ટર ચિંતામાં હતો. તેઓ નહોતા ઇચ્છતા કે આ સીન વલ્ગર લાગે. આથી આ સીનને વગર કોઇ ડ્રામા અને ઓછા મ્યૂઝિકમાં શૂટ કરવામાં આવ્યો હતો.

આ ફિલ્મમાં કરિશ્મા કપૂરને તેની એક્ટિંગની સાથે તેના મેકઓવર માટે પણ ખ્યાતી મળી. આ ફિલ્મ માટે કરિશ્માને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 4 કલાક 24 મિનિટની હતી પરંતુ તેને એડિટ કરી 2 કલાક 54 મિનિટની કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *