Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightમંત્રીની કાર જોઈને ચમકી ઉઠી પોલીસ, સીધો જ પકડાવી દીધો મેમો

મંત્રીની કાર જોઈને ચમકી ઉઠી પોલીસ, સીધો જ પકડાવી દીધો મેમો

શહડોલઃ મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રીની બ્લેક ફિલ્મવાળી કારને ટ્રાફિક પોલીસે અટકાવી દંડ ફટકાર્યો હતો. શહડોલ જીલ્લાના ઈન્ચાર્જ મંત્રી 2 દિવસના પ્રવાસે અહીં આવ્યા હતા અને આ દરમિયાન જ તેમને દંડ ફટકારાયો હતો.

જોકે જે કારમાં તેઓ મુસાફરી કરી રહ્યાં હતા તે કાર તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવી હતી. દંડ બાદ કાર પરથી બ્લેકફિલ્મ હટાવવામાં આવી અને પછી મંત્રી પોતાના કામ સ્થળે પહોંચી ગયા હતા.

મધ્ય પ્રદેશ સરકારના પછાત વર્ગ અને લઘુમતી કલ્યાણ મંત્રી રામ ખેલાવન અન્ન ઉત્સવ કાર્યક્રમમાં સામેલ થવા શહડોલ આવ્યા હતા. તેમને તંત્રએ ઈનોવા કાર આપી હતી જેની પર બ્લેક ફિલ્મ લાગેલી હતી.

મંત્રી રામ ખેલાવને દાવો કર્યો હતો કે, તેમણે પોતે જ ટ્રાફિક પોલીસને બોલાવી બ્લેક ફિલ્મ હટાવડાવી અને દંડ ફટકારવા કહ્યું હતું. જે પછી પોલીસકર્મીએ 500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને કાર પરથી બ્લેક ફિલ્મ હટાવી દીધી હતી.

જોકે આ દરમિયાન તેઓ બીજી કારમાં આગળ નીકળ્યા હતા. મંત્રી રામ ખેલાવને પોતાના ખિસ્સામાંથી જ 500 રૂપિયા કાઢી દંડની રકમ ભરી હતી.

ટ્રાફિક ડીએસપી અખિલેશ તિવારીએ કહ્યું કે,‘ઈન્ચાર્જ મંત્રી રામ ખેલાવન જે ગાડીમાં મુસાફરી કરી રહ્યાં હતા તે કારના કાંચ પર જ બ્લેક ફિલ્મ લાગેલી હતી. જે પછી 500 રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.’

દંડની પહોંચ ફાડતી પોલીસ.

RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page