Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કહ્યું? ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ?

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કહ્યું? ઉત્તર ગુજરાતમાં પડશે વરસાદ?

અમદાવાદ: હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ હવામાન વિભાગે વરસાદ કેવો રહેશે તેની માહિતી આપી છે. આજે હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ હાલ રાજ્ય પર હવાનું હળવું દબાણ યથાવત છે. જેના કારણે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ અસર કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટશે. ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સારો એવો વરસાદ થશે. શનિવાર (17 ઓગસ્ટ)થી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

અત્યાર સુધી રાજ્યભરમાં 87 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજૂ ચોમાસાના 45 દિવસ બાકી છે. ત્યારે રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર સારો વરસાદ થયો છે. વરસાદનો વિરામ ખેડૂતો માટે લાભદાયક રહેશે. હવામાન વિભાગના મતે હવે પછી 15 દિવસ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમની સંભાવના નહીં.

હવામાન વિભાગે આગામી 24 કલાકની આગાહી આપ્યા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant cash, but eventually, my mom fell ill, and I needed to withdraw some money from my casino account. Unfortunately, I faced difficulties and couldn’t withdraw the funds. Tragically, my mother died due to such online casino. I plead for your assistance in bringing attention to this website. Please support me in seeking justice, so that others won’t experience the pain I am going through today, and stop them from shedding tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page