Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratRT-PCR રિપોર્ટ આવ્યા બાદ તમને તકલીફ છે કે નહીં તે કેવી રીતે...

RT-PCR રિપોર્ટ આવ્યા બાદ તમને તકલીફ છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે? આવો અમે સમજાવીએ

વન ગુજરાત, અમદાવાદ: કોવિડ એટલે કે કોરોનાનો રિપોર્ટ બે પ્રકારનો હોય છે. એક એન્ટિજન રિપોર્ટ. જેમાં તરત જ રિઝલ્ટ મળી જાય છે અથવા RT-PCR રિપોર્ટ કરાવીએ છીએ જેનું રિઝલ્ટ આવતાં થોડીક વાર લાગે છે, પણ તેને વધારે સચોટ માનવામાં આવે છે. જો તમે RT-PCR રિપોર્ટ જોયો હશો તો તેમાં CT વેલ્યૂ લખેલી હશે. તો અમે તમને જણાવીએ કે આ CT વેલ્યૂ શું હોય છે?

વ્યક્તિ કોઈ પણ રિપોર્ટ કરાવે તેમાં સ્પષ્ટ લખ્યું હોય છે કે, તેની હાઇ વેલ્યૂ શું છે અને લૉ વેલ્યૂ શું છે અને તે નોર્મલ રેન્જ જોઈ રિપોર્ટના આંકડા પરથી એક અંદાજો લગાવી શકાય છે કે, રિપોર્ટ સારો છે કે, ખરાબ. જે લોકોએ RT-PCR રિપોર્ટ કરાવ્યો હોય તો તેમાં નીચે નોર્મલ વેલ્યૂ લખેલી હોતી નથી પણ, એવું લખ્યું હોય છે કે, જો 17થી 24 CT વેલ્યૂ હોય તો તે હાઇ વાઇરલ લોડ કહેવાય. ઘણાંને 17થી 24 કરતાં પણ ઓછું હોય છે. CT વેલ્યૂ 25થી 31 હોય તો તે મોડોરેટ કહેવાય અને CT વેલ્યૂ 32થી 37 હોય તો લૉ કે પછી માઇલ્ડ વાઇરલ લૉડ કહેવાય.

CT વેલ્યૂ શું છે?
CT વેલ્યૂ એટલે સાઇકલ થ્રેસહોલ્ડ (Cycle Threshold). સાઇકલ થ્રેસહોલ્ડ એટલે આ રિપોર્ટ કરાવવા માટે જે સેમ્પલ આપ્યું છે તે, સેમ્પલ નાકામાંથી અને ગળામાંથી સ્વૉબ લઈને ભેગું કરીને તે સેમ્પલ લેબમાં સબમિટ કર્યું હતું. તે સેમ્પલમાં ચૅક કરવામાં આવે છે કે, તેમાં કોવિડનો વાઇરસ દેખાય છે કે નહીં. તે વાઇરલ શોધવા માટે જે પ્રોસેશ કરે તેને સાઇકલ કહેવામાં આવે છે. હવે આ જેટલી વખત પ્રોસેશ કરવામાં આવે કોવિડના વાઇરસને શોધવા માટે તેને સાઇકલ થ્રેશહોલ્ડ કહેવામાં આવે છે. જેટલી સાઇકલમાં કોવિડ વાઇરસ મળ્યો તે CT વેલ્યૂમાં લખાઈને આવે છે. એનો અર્થ એવો કે, જો 17 સાઇકલમાં મળ્યો છે કે, 13 સાઇકલમાં મળ્યો છે. તો એનો અર્થ એવો છે કે, વાઇરલ લોડ વધારે હશે કે ઓછો સાઇકલ કરવામાં વધારે વાઇરસ મળી આવ્યો. જો 30 CT વેલ્યૂ આવે છે તો, એનો અર્થ એવો થાય કે, 30 વખત સાઇકલ ફરી ત્યારે વાઇરસ મળ્યો. જેનો અર્થ છે કે, ઓછો વાઇરલ લોડ હોય.

CT વેલ્યૂ વધારે આવે તો ડરવાની જરૂર અને ઓછી આવે તો ચિંતા કરવાની જરૂર છે કે નહીં?
ના, ICMRએ કોવિડ પોઝિટિવિટીનો CT વેલ્યૂ જણાવ્યો છે. અત્યારે નિયમ પ્રમાણે 35 CT વેલ્યૂ છે. જો 35ની ઉપર આવે તો દર્દીને પોઝિટિવ ગણવામાં આવતો નથી. એનો અર્થ એવો કે, તે દર્દી ચેપ ફેલાઇ શકતાં નથી. મહારાષ્ટ્રના હેલ્થ સેક્રેટરી પ્રદીપ વ્યાસે ICMRને રિક્વેસ્ટ કરી હતી કે, પોઝિટિવિટીની લિમિટ ઘટાડી દો. એટલે કે, 35 CT વેલ્યૂએ પોઝિટિવ આવે તેની જગ્યાએ 24 કરી દો. તો આપણાં દેશમાં ઓછા કેસ જોવા મળશે. જેના જવાબમાં ICMRએ સ્પષ્ટ કહી દીધું કે, જો 35 CT વેલ્યૂ ઘટાડીને 24 કરી દેશું અને જે લોકો 24 CTથી 35 CT વચ્ચે છે તે લોકો કોવિડનો ચેપ ફેલાઇ શકે છે. એટલે અમે પોઝિટિવિટી ગણવા માટે આંકડો 35 CTથી 24 CT વેલ્યૂ કરી શકીશું નહીં.

ઘણાં લોકો ચિંતિત થઈ જાય છે કે, CT ખૂબ જ ઓછી આવી. એટલે વાઇરલ લોડ વધારે છે. કે, પછી ઘણાં લોકો એકદમ બિંદાસ થઈ જાય છે કે, CT મારી ખૂબ જ ઓછી આવી છે. ચિંતા કરવાની જરૂર નથી. CT વેલ્યૂ અને કેસ કેટલો સિવિયર થશે તે બંનેમાં ડાયરેક્ટ કોઈ રિલેશન નથી.

એવી કોઈ સ્ટડી છે નહીં જે, ડાયરેક્ટ કોરિલેશન ભેગું કરે છે કે, જેટલું વાઇરલ લૉડ વધારે એટલું સિવિઆરિટી વધારે કે લૉડ ઓછો તો સિવિઆરિટી ઓછી કારણ કે, જો કોવિડનો વાઇરસ થાય અને વ્યક્તિની અંદર રોગ પ્રતિકારક શક્તિનો એક રિસ્પોન્સ ઊભો થાય છે. એમાં જો તાવ વધી જાય, ફેફસામાં પાણી ભરાઈ જાય તે દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. CT વેલ્યૂ અને કેસની સિવિઆરિટીને કોઈ સંબંધ જ નથી.

ICMRએ એવું પણ કીધું છે કે, વાઇરલ લોડ વધારે કે ઓછો હોય, એને અને દર્દીને કોઈ સંબંધ જ નથી. અલગ અલગ ટેસ્ટ કીટ હોય એમાં અલગ અળગ CT વેલ્યૂ આવી શકે છે. તે કઈ રીતે સેમ્પલ લીધો છે તેના પરથી પણ નક્કી થઈ શકે છે. ગળા અને નાકમાંથી જે સ્વેબ લે છે તે બંનેના CT વેલ્યૂ અલગ અલગ હોઈ શકે છે. ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે ટેમ્પરેચરમાં ફરક હોય તો પણ, CT વેલ્યૂ અલગ હોઈ શકે છે. સેમ્પલ કલેક્ટ કર્યા પછી ટેસ્ટિંગ સાઇટ સુધી પહોંચાડવામાં વહેલો મોડો સમય હોય તો પણ CT વેલ્યૂ અલગ અલગ આવે છે.

ઘણાં એસિમ્પ્ટોમેટિક લોકો હતાં. જેમને કોઈ લક્ષણો જ નહોતાં. ઘણાં એવા માઇલ્ડ સિમ્ટસ્સવાળા લોકો હતાં એમના અને સિવિયર કેસવાળા લોકોના CT વેલ્યૂ સરખી આવી છે.

જે લોકો રેગ્યુલર RTPCR ટેસ્ટ કરાવે છે તેમને કોવિડ વાઇરસ પકડાઈ ગયો અને કોવિડ પહેલાં સ્ટેજમાં છે, તો તેમનામાં વાઇરલ લોડ ઓછો હોય છે અને ઓછા વાઇરલ લોડમાં CT વેલ્યૂ વધારે આવી હશે. CT વેલ્યૂ વધારે હોય એટલે એમને એવું થાય કે, હાઇ CT વેલ્યૂ આવી છએ એટલે ચિંતા કરવાની જરૂર નથી. એવું બની શકે કે, પહેલાં વાઇરલ લોડ ઓછો હોય જેને લીધે CT વેલ્યૂ ઓછી અને પછી વાઇરલ લોડ વધી પણ શકે છે.

ICMRએ સ્પષ્ટ કીધું છે કે, RTPCR કેસ ક્વોલિટેટિવ કેસ છે, કોન્ટિટેટિવ નહીં. એટલે કે, આ ટેસ્ટથી કોવિડ છે કે નહીં તે ચોક્કસ કહે છે, પણ કોવિડની કેવી સિવિઆરિટી છે તે આપણને કહીં શકતું નથી. જે CT વેલ્યૂ રફ એસ્ટિમેટ ગણવો. એટલે કે જે વ્યક્તિઓ CT વેલ્યૂ ઓછી જોઈને ડરી જાય છે, તેમને ડરવાની જરૂર નથી. જે વ્યક્તિઓ CT વેલ્યૂ વધારે જોઈ ચિંતા કરતાં નથી તેમને એવું વિચારવાની જરૂર નથી. કોવિડ એ કોવિડ છે. દરેકે ધ્યાન રાખીને અને રસીકરણ દ્વારા જ આ બીમારીથી લડવાનું છે.

ખાસ નોંધ: સ્ટોરીમાં દર્શાવવામાં આવેલા માહિતીના આધારે તમે કોઈ પણ વસ્તુ નક્કી ના કરતાં કારણ કે આ કોરોના છે જે કંઈ પણ કરી શકે છે. તમે પોઝિટિવ છો કે નેગેટિવ તે તમારાં રિપોર્ટના આધારે નક્કી ના કરતાં કારણ કે આ ફક્ત એક માહિતી છે જે તમારો RTPCR રિપોર્ટ આવ્યા પછી તમને થોડી ઘણી માહિતી પુરી પાડે છે. તમારો રિપોર્ટ એકવાર ડોક્ટરને જરૂર બતાવજો અને સલાહ લેજો.

RELATED ARTICLES

5 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of inspiring insights! #MindBlown Embark into this thrilling experience of imagination and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the excitement! #FuelForThought Your brain will thank you for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged on this online casino site and won a significant amount, but later, my mom fell ill, and I wanted to cash out some earnings from my casino account. Unfortunately, I encountered issues and was unable to finalize the cashout. Tragically, my mom died due to this gambling platform. I implore for your assistance in lodging a complaint against this site. Please support me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page