Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodસિદ્ધાર્થના મોત બાદ શેહનાઝ ભૂલી સાનભાન, થઈ ગઈ છે આવી હાલત

સિદ્ધાર્થના મોત બાદ શેહનાઝ ભૂલી સાનભાન, થઈ ગઈ છે આવી હાલત

એક્ટર અને બિગબોસ 13ના વિનર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરે નિધન થઈ ગયું હતું. 40 વર્ષના સિદ્ધાર્થનું હાર્ટ એટેકને લીધે નિધન થયું હતું. સિદ્ધાર્થ શુક્લાનું અચાનક નિધન થતાં તેમના ઘરમાં અને ટીવી, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં દરેક લોકો સ્તબ્ધ છે. તો તેમના નજીકના મિત્ર શહેનાઝ ગિલને ખૂબ જ આઘાત લાગ્યો છે. 3 સપ્ટેમ્બરે તે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર દરમિયાન જ્યારે શહેનાઝ ભાઈ સાથે આવી ત્યારે તેમની હાલત જોઈ દરેક લોકો હેરાન થઈ ગયા હતાં.

શહેનાઝ સિદ્ઘાર્થના પાર્થિવ દેહને જોઈને ખૂબ જ રડતી હતી. એટલું જ નહીં તે એક્ટરના પાર્થિવ દેહના પગ પકડીને મમ્મીજી મારો દીકરો મારો દીકરો બોલતાં રહ્યા હતાં. તો જ્યારે સિદ્ધાર્થના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી તો એક જગ્યાએ બેસીને તે જોતી રહી હતી.

અંતિમ સંસ્કાર પછી શહેનાઝ સ્મશાન ઘાટમાં માતાના ખોળામાં સૂઈ ગઈ હતી. શહેનાઝની આ હાલત જોઈને તેમના ફેન્સ ખૂબ જ હેરાન થઈ ગયા હતાં. તે દરેક ક્ષણે બસ શહેનાઝની જ ચિંતા કરી રહ્યા હતાં. આ વચ્ચે શહેનાઝ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. સિદ્ધાર્થના દુખમાં ડૂબેલી શહેનાઝ ખૂબ જ મુશ્કેલીથી સૂઈ રહી છે. તેમણે ખાવા પાવીનું પણ ઓછું કરી દીધું છે.

શહેનાઝની આ હાલત જોઈ તેમના ભાઈ દરેક ક્ષણે તેમની સાથે ઊભા છે. તો સિદ્ધાર્થની માતા પણ પોતાનું દુખ ભૂલીને શહેનાઝને સંભાળી રહ્યા છે. રિપોર્ટ મુજબ, શહેનાઝની સ્થિતિ વિશે વાત કરતાં સૂત્રએ જણાવ્યું કે, ‘આ દુખને લીધે શહેનાઝ હજુ ઘણાં સમય સુધી દુખમાં રહેશે.’

‘અફસોસની વાત છે કે, તે સરખી રીતે સૂઈ શકતી નથી. સરખી રીતે ખાતી નથી અને કોઈને સાથે માંડ-માંડ વાત કરે છે. તેને આ સ્થિતિમાં એકલી છોડી શકાય તેમ નથી. સિદ્ધાર્થની મા તેમના માટે મજબૂત બની રહી છે અને આ સમયે તેમનો બિલકુલ સાથ છોડી રહી નથી.’

6 સપ્ટેમ્બરે હતી પ્રેયર મીટ: ગત 6 સપ્ટેમ્બરે સિદ્ધાર્થના પરિવારે પ્રેયર મીટ રાખી હતી. આ પ્રેયર મીટ એક ઝૂમ લિન્ક દ્વારા સિદ્ધાર્થના પરિવાર અને ફેન્સ સામેલ થઈ શક્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, શહેનાઝ અને સિદ્ધાર્થ ‘બિગબોસ 13’ દરમિયાન મળ્યા અને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ફેન્સ તેમને સિડનાઝના નામથી બોલાવતાં હતાં. શૉ પુરો થયા પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં અને શહેનાઝ ઘણીવાર તેમને પોતાનો પરિવાર કહેતી હતી. પણ તેમની ફ્રેન્ડશિપ અને રિલેશનશિપની અફવા પણ ઉડતી રહી હતી. ક્યારેક સિદ્ધાર્થ અને શહેનાઝે આ અંગે સ્પષ્ટતા કરી હતી.

બિગબોસ દરમિયાન શહેનાઝ ગિલ ઘણીવાર સિદ્ધાર્થ શુક્લા પ્રત્યે પોતાનો પ્રેમ જાહેર કરી ચૂકી હતી. બંને શો પછી મ્યૂઝિક વીડિયોમાં કામ કરી ચૂક્યા છે. સિદ્ધાર્થ અને શહેનાઝ હાલમાં જ રિઆલિટી શૉ બિગબોસ ઓટીટી અને ડાન્સ દિવાનેમાં જોવા મળ્યા હતાં. કોઈને શું ખબર કે, આ જોડીને લોકો છેલ્લીવાર સાથે જોઈ રહ્યા છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I tried my luck on this gambling site and earned a significant pile of money. However, afterward, my mother fell gravely sick, and I needed to cash out some earnings from my account. Unfortunately, I encountered difficulties and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I kindly plead for your assistance in bringing attention to this situation with the site. Please help me to find justice, to ensure others do not face the pain I’m facing today, and prevent them from facing similar misfortune. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page