પટેલનો પાવર જોવા મળ્યો મા ઉમિયા ધામમાં, પર્ફેક્શન એવું કે આંખો થઈ જશે પહોળી!

Featured Gujarat

અમદાવાદઃ ઊંઝામાં 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ 800 વીઘા જમીનમાં થયો છે, જેમાં 25 વીઘમાં યજ્ઞશાળા, 67 વીઘામાં ભોજનશાળા, 25 વીઘામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, 25 વીઘમાં ક્રાફટ સ્ટોલ, 20 વીઘામાં ઓદ્યૌગિક સ્ટોલનું પ્રદર્શન, 18 વીઘમાં બાળનગરી તથા 305 વીઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. માનવામાં આવે છે કે પાંચ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞમાં રોજ ચારથી પાંચ લાખ લોકો આવશે. આ તમામની ભોજન વ્યવસ્થાથી માંડીને પાર્કિંગ વ્યવસ્થા તમામ સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

17 લાખ નંગ લાડુ બન્યા
ભોજન માટે અન્નપૂર્ણા કમિટીની રચના કરવામાં આવી છે. 17 લાખ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. જો ધારણા કરતાં વધુ લોકો આવે એટલે પ્રસાદ ના ખૂટે તે માટે બુંદી અને મોહનથાળની પણ તૈયારી કરવામાં આવી છે. પાંચ દિવસ રોજ 250 રસોઈયા દિવસ-રાત ભોજન બનાવશે. શાકભાજી પહેલેથી સમારીને તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રોટલી તથા ભાખરી માટે મશીનો છે.

50 હજાર સ્વંયસેવકો
એક અંદાજ પ્રમાણે પાંચ દિવસમાં 40 લાખ જેટલા લોકો આવવાના છે અને તે માટે 50 હજાર સ્વંયસેવકો હાજર રહેશે. આ આખા મહાયજ્ઞનું સફળ આયોજન કરવા માટે 40 જેટલી કમિટીની રચના કરવામાં આવે છે.

7 thoughts on “પટેલનો પાવર જોવા મળ્યો મા ઉમિયા ધામમાં, પર્ફેક્શન એવું કે આંખો થઈ જશે પહોળી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *