Thursday, April 18, 2024
Google search engine
HomeNationalગુજરાતનું ગર્વ! રાત-દિવસ સુપર ફાસ્ટ ગતિથી હોમ મિનિસ્ટર અમિત શાહ કરે છે...

ગુજરાતનું ગર્વ! રાત-દિવસ સુપર ફાસ્ટ ગતિથી હોમ મિનિસ્ટર અમિત શાહ કરે છે કામ

નવી દિલ્હીઃ પીએમ મોદી બીજીવાર વડાપ્રધાન બન્યા છે. અમિત શાહ હોમ મિનિસ્ટર છે. અમિત શાહે પોતાની ઓફિસ જવાની શરૂઆત કરી દીધી છે. જોકે, અમિત શાહ ગૃહમંત્રી તરીકે ચાર્જ સંભાળતા જ મંત્રાલયમાં કામના કલાકો વધી ગાય છે. અમિત શાહ 10 વાગ્યા પહેલાં ઓફિસ આવી જાય છે અને મોડી રાત સુધી કામ કરે છે.

આખો દિવસ ઓફિસમાં:
અમિત શાહ અત્યાર સુધીના એવા પહેલાં હોમ મિનિસ્ટર છે, જે આખો દિવસ ઓફિસમાં જ રહે છે. તેઓ રાત્રે આઠ વાગ્યા પછી ઓફિસથી જાય છે. હોમ મિનિસ્ટર મોડે સુધી ઓફિસમાં બેસીને કામ કરતા હોઈ માત્ર અધિકારીઓ જ નહીં પણ બે ગૃહ રાજ્યમંત્રીએ પણ મોડે સુધી ઓફિસમાં બેસવું પડે છે. આ પહેલાં પૂર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહ લંચ બ્રેકમાં ઘરે જતા હતાં. જોકે, અમિત શાહ ઘરે નથી જતા પરંતુ તેમનું ભોજન ઓફિસ આવે છે. હદ તો ત્યારે થઈ જ્યારે ઈદના દિવસે એટલે કે રજાના દિવસે પણ અમિત શાહ ઓફિસમાં મોડે સુધી કામ કરતાં હતાં. દેશના ગૃહમંત્રીને આ રીતે કામ કરતા જોઈ અધિકારીઓ પણ રજા સેલિબ્રેટ કરી શક્યા નહોતાં.

ભાજપના નેતા રાત્રે પેન અને કાગળ જોડે રાખીને સૂઈ જાય છેઃ
સૂત્રોના મતે, જ્યારે મંત્રાલયમાં મંત્રી હાજર હોય તો સ્ટાફ રજા પર જઈ શકતો નથી. તેમણે ઓફિસમાં રહેવું પડે છે. એક અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું હતું કે આ તો હજી શરૂઆત છે. અમિત શાહ વહેલા ઓફિસ આવે છે અને મોડી રાત સુધી કામ કરે છે. આ તેમની કામ કરવાની રીત છે. આટલું જ નહીં ભાજપના નેતાઓ રાતે સૂતા સમયે જોડે પેન તથા કાગળ સાથે રાખે છે. કારણ કે અમિત શાહ ગમે ત્યારે ફોન કરીને કામ આપે છે અને સાથે જ ચોક્કસ સમય મર્યાદામાં કામ પૂરું કરવાની તાકીદ પણ કરે છે.

રાજનાથ અડધો દિવસ ઓફિસમાં રહેતાઃ
પહેલાં મંત્રીઓ 80 સમિતિઓનું સંચાલન કરતા પરંતુ હવે માત્ર 8 સમિતિ જ રહી છે. અમિત શાહ હાલમાં દેશના તમામ ગૃહમંત્રીઓ સાથે વાત કરી રહ્યાં છે. પૂર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહ અડધો દિવસ ઓફિસમાં રહેતા અને ત્યારબાદ ઘરે જતા રહેતા હતાં અને ઘરેથી કામ કરતા હતાં. અનેક મહત્ત્વપૂર્ણ બેઠકો, રાજકીય બેઠકો તેમના ઘરે યોજાતી હતી. જોકે, અમિત શાહને ઓફિસે જ કામ કરવાની આદત છે. તેમની ઓફિસ દિલ્હીના નોર્થ બ્લોકમાં આવેલી છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #AdventureAwaits Embark into this exciting adventure of imagination and let your mind fly! ? Don’t just read, immerse yourself in the thrill! ? Your mind will be grateful for this thrilling joyride through the realms of awe! ?

  2. I engaged on this casino platform and succeeded a significant sum of money, but eventually, my mom fell sick, and I required to cash out some money from my balance. Unfortunately, I encountered difficulties and could not withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I plead for your support in reporting this website. Please help me to obtain justice, so that others do not experience the suffering I am going through today, and prevent them from shedding tears like mine. ???�

  3. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a source of inspiring insights! ? ? into this cosmic journey of discovery and let your mind fly! ? Don’t just read, experience the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page