Friday, April 19, 2024
Google search engine
HomeFeature Rightસ્કૂલની બેદરકારીએ વિદ્યાર્થીનો ભોગ લીધો, માતા-પિતાના રડી રડીને હાલ બેહાલ

સ્કૂલની બેદરકારીએ વિદ્યાર્થીનો ભોગ લીધો, માતા-પિતાના રડી રડીને હાલ બેહાલ

ઉત્તર પ્રદેશના બારાબંકીની એક કોલેજની બેદરકારીને લીધે 12માં ધોરણના વિદ્યાર્થીએ સ્યૂસાઇડ કરી લીધું છે. 12માનાં રિઝલ્ટમાં વિદ્યાર્થીનું નામ ખોટું છપાઈ ગયું હતું. વિદ્યાર્થીએ જ્યારે સ્કૂલમાં નામ સુધારવા માટે મેનેજરને કહ્યું તો મેનેજરે જવાબ આપ્યો કે, ‘નામ સુધરશે નહીં, બીજીવાર ભણો.’ આ પછી તે આઘાતમાં હતો. સ્કૂલથી ઘરે આવ્યા પછી તેણે સ્યૂસાઇડ કરી લીધું હતું. ઘરથી થોડેક દૂર વિદ્યાર્થીનો શબ ઝાડ પર લટકેલો જોવા મળ્યો હતો.

આ અંગે સ્કૂલના મેનેજરને જવાબદાર ગણાવી પરિજનોએ ડીએમને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી છે. મૃતક વિદ્યાર્થીના પિતાનો આરોપ છે કે, સ્કૂલ મેનેજરે તેમના દીકરાના ભવિષ્ય સાથે રમત કરી છે. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના પછી મેનેજર અને સ્ટાફ સ્કૂલને તાળું મારીને ભાગી ગયાં છે.

આ ઘટના સફદરગંજ વિસ્તારના મિઠવાપુર ગામના મજરે બઘૌરા ગામની છે. અહીંના રહેવાસી રામ નેવલ રાવતનો 17 વર્ષનો દીકરો જયકિશન સફદરગંજના ઉધૌલીમાં સ્થિત એક સ્કૂલમાં ભણતો હતો. રામનેવલનો આરોપ છે કે, જય કિશનનો જે રોલ નંબરે પરીક્ષા આપી હતી. તેનું રિઝલ્ટ આવ્યા પછી તે રોલ નંબર પર બીજાનું રિઝલ્ટ હતું. તેમણે આની ફરિયાદ પાંચ ઓગસ્ટે ડીઆઈઓએસને કરી સ્કૂલના મેનેજર સામે ફરિયાદ નોંધવાની માંગ કરી છે. પણ, આ અંગે કંઈ થયું નથી.

પિતાએ ડીએમને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેના દીકરાએ રજિસ્ટ્રેશન સમયે પણ દરેક પ્રમાણપત્ર જમા કરાવ્યા હતાં. વિદ્યાર્થીએ પરીક્ષામાં ભાગ પણ લીધો હતો. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે તેમની જગ્યાએ બીજા વિદ્યાર્થીનું નામ લખ્યું હતું.

પિતાએ જણાવ્યું કે, 16 ઓગસ્ટે સ્કૂલમાંથી વિદ્યાર્થીને ત્રણ હજાર રૂપિયામાં રિઝલ્ટ સુધારવા માટે બોલાવ્યો હતો. પણ તે માત્ર એક હજાર રૂપિયાની વ્યવસ્થા કરી શક્યો હતો. સ્કૂલથી જયકિશન સાંજે જ્યારે ઘરે પાછો આવ્યો તો તેણે કહ્યું કે, એક હજાર રૂપિયા જમા કરાવી ઇન્ટરનું ફોર્મ બીજીવાર ભરાવવામાં આવ્યું હતું.

સ્કૂલમાંથી તેને કહ્યું હતું કે, જે કંઈ થયું તે ભૂલી જાવ અને નવું ફોર્મ ભરી ફરીથી બે વર્ષ સ્ટડી કરો. આ પછી જય કિશન ઘરેથી નીકળી ગયો. થોડીવાર પછી તેનો શબ ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.

બારાબંકીના ડીઓએસ ડૉક્ટર રાજેશ કુમાર વર્માએ જણાવ્યું કે, આ અંગે ફરિયાદ મળ્યા પછી તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં નાણા અને લેખાધિકારી બેસિક અને રાજકીય હાઇસ્કૂલ પૂરેડઈલના પ્રધાનાચાર્ય ડૉક્ટર અહરાર સામેલ હતાં. અધિકારી સ્થળ પર ગયાં હતાં. પણ, સ્કૂલમાં સ્ટાફ હાજર ના હોવાને લીધે ડોક્યુમેન્ટ મળ્યા નહીં.

આ દરમિયાન વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. એવામાં સ્કૂલના મેનેજરને 24 કલાકની અંદર પ્રપત્ર પ્રસ્તુત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જો આ સમય દરમિયાન સ્કૂલ દ્વારા સહયોગ ના કરાયો તો તેમને દોષી માનીને કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

RELATED ARTICLES

6 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits Dive into this thrilling experience of knowledge and let your imagination soar! ? Don’t just explore, immerse yourself in the thrill! #FuelForThought Your brain will be grateful for this thrilling joyride through the dimensions of discovery! ?

  2. I engaged in this gambling website and managed a significant amount of winnings. However, eventually, my mother fell seriously ill, and I wanted to take out some funds from my casino account. Regrettably, I faced issues and couldn’t complete the withdrawal. Tragically, my mom passed on due to such casino site. I urgently request for your help in reporting this online casino. Please support me in seeking justice, so that others won’t have to the pain and suffering I’m going through today, and avoid them from going through the same heartache. ???

  3. Які рекомендації варто враховувати
    Провідники технологій
    рюкзаки тактичні військові [url=https://ryukzakivijskovibpjgl.kiev.ua/]https://ryukzakivijskovibpjgl.kiev.ua/[/url] .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page