Monday, April 15, 2024
Google search engine
HomeNationalમુકેશ અને અનિલ અંબાણીની બહેનો લાઈમલાઈટ રહે છે દૂર, દીપ્તિ-દત્તરાજે 5 વર્ષના...

મુકેશ અને અનિલ અંબાણીની બહેનો લાઈમલાઈટ રહે છે દૂર, દીપ્તિ-દત્તરાજે 5 વર્ષના ડેટિંગ બાદ કર્યા હતા લગ્ન

મુંબઈઃ બિઝનેસમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પોતાના પરિવારજનોને ઘણો પ્રેમ કરે છે. તેની એક ઝલક તેમના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોવા મળે છે. ટીના ઘણીવાર ફેમિલીની ખાસ ઈવેન્ટ્સ સાથે જોડાયેલી તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. હાલમાં જ ટીનાએ પોતાના નણદોઈ દત્તરાજ સાલગાંવકરને બર્થ-ડે પર વિશ કર્યું હતું.

ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીના 2 દીકરા અને 2 દીકરીઓ છે. જેમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દીપ્તિ અને નીના સામેલ છે. ધીરુભાઈના નિધન બાદ મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે સંપત્તિના ભાગલા પડ્યા, તેઓ હાલ પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે. ધીરુભાઈની બંને દીકરીઓ લાઈમલાઈટથી દૂર રહે છે. નીના અમુક સાર્વજનિક કાર્યક્રમોમાં જોવા મળી જાય છે, જ્યારે દીપ્તિ હંમેશા આવા કાર્યક્રમો અને મીડિયાથી દૂર રહે છે.

દીપ્તિના લગ્ન દત્તરાજ સાલગાંવકર સાથે થયા છે. બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 31 ડિસેમ્બર 1983 ના રોજ લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો ઈશિતા સાલગાંવકર અને વિક્રમ સાલગાંવકર છે, ઈશિતા સાલગાંવકરના લગ્ન નીરવ મોદીના નાના ભાઈ નીશલ મોદી સાથે થયા હતા. ટીના અંબાણીએ 23 મે 2021ના રોજ પોતાની નણંદ દીપ્તિના પતિ દત્તરાજ સાલગાંવકરને જન્મદિવસ વિશ કરતા તેમની એક તસવીર પોસ્ટ કરી હતી.

આ સાથે ટીનાએ કેપ્શનમાં લખ્યું કે,‘સૌથી જીવંત, પ્રેમાળ લોકોમાંથી એક માટે વિશ્વના તમામ સુખ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું. મને ખબર છે. જન્મદિવસ મુબારક રાજ, સુરક્ષિત રહો.’આ અગાઉ ટીનાની નણંદ દીપ્તિએ 22 જાન્યુઆરી પોતાનો 59મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે સમયે ટીનાએ નણંદ સાથેની ઘણી તસવીરો શેર કરી હતી. ત્યારે ટીનાએ લખ્યું હતું કે,‘કેરિંગ અને વિચારવાદી, વાર્મ અને વંડરફુલ, લવિંગ અને પ્રેમ વહેંચતી, તમે સુપર સ્પેશિયલ છો દીપ્તિ.’

નણંદ દીપ્તિ સાલગાંવકરની મેરેજ એનિવર્સરી પર પણ ટીના અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ટીના અંબાણી પોતાના પતિ અનિલ અંબાણી અને નંણદ દીપ્તિ સાલગાંવકર પોતાના પતિ દત્તરાજ સાલગાંવકર સાથે જોવા મળી રહ્યાં છે. આ તસવીરના કેપ્શનમાં ટીનાએ લખ્યું કે,‘ખુશાલ પરિવાર, શાનદાર મિત્ર, એક અદ્ભુત અને એડરોબલ કપલ..દીપ્તિ અને રાજ. અમે તમારા આશીર્વાદ, સ્વસ્થ. ખુશાલ એનિવર્સરી અને અગણિત વર્ષોના પ્રેમ અને સાથ માટે પ્રાર્થના કરીએ છીએ.’

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a thrilling for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of discovery and let your imagination fly! ? Don’t just explore, savor the thrill! #FuelForThought Your mind will be grateful for this thrilling joyride through the realms of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page