Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalજૈન મહારાજશ્રીની આત્મહત્યાથી સમાજ ઘેરા આઘાતમાં, પરિવારને માટે વિશ્વાસ કરવો મુશ્કેલ

જૈન મહારાજશ્રીની આત્મહત્યાથી સમાજ ઘેરા આઘાતમાં, પરિવારને માટે વિશ્વાસ કરવો મુશ્કેલ

ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરનાર આચાર્યશ્રી વિદમ સાગર મહારાજના રવિવારે સવારે 11.30 વાગે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલાં ડોલી યાત્રા કાઢવામાં આવી હતી. શનિવાર, 30 ઓક્ટોબરની મોડી રાત્રે પોસ્ટમોર્ટમ બાદ અંજની નગર સ્થિત ભક્તના ઘરે આચાર્યશ્રીનો પાર્થિવદેહ રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમસંસ્કાર ઈન્દોરના ગોમટગિરીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા ભક્તની ખાલી જમીન પર અંતિમ સંસ્કાર થયા હતા.

આચાર્યના પૈતૃક ગામ શાહગઢ (સાગર)થી લગભગ 150થી વધુ સંખ્યામાં લોકો તથા નિકટના સંબંધીઓ ઈન્દોર આવ્યા હતા. કોઈને પણ વિશ્વાસ થતો નહોતો કે મહારાજશ્રીએ આ પગલું ભર્યું છે.

આત્મહત્યા પહેલાં અશોક જૈનના આહાર કર્યો હતોઃ આચાર્યે આત્મહત્યા પહેલાં અશોક જૈનના ત્યાં ભોજન કર્યું હતું. અશોકના મતે, જ્યારે આચાર્ય આહાર માટે આવ્યા ત્યારે તેમના ચહેરા પર કોઈ જાતનો તણાવ જોવા મળ્યો નહોતો. તેમણે ઘરમાં હાજર રહેલા લોકોના સવાલના જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક ક્ષણ પણ એમ ના લાગ્યું કે તે આવું કોઈ પગલું ભરશે.

દોરી ક્યાંથી આવી? પરદેશીપુરા ટીઆઇ પંકજ દ્વિવેદી તથા એફએસએલ એક્સપર્ટ ડો. બીએલ મંડલોઈએ કહ્યું હતું કે પરિસ્થિતિ આત્મહત્યા તરફ ઈશારો કરે છે. શંકા છે કે તેમણે નાયલોનની દોરીથી ટેબલ પર ચઢીને પંખા સાથે ગળેફાંસો ખાધો હશે. ગળામાં દોરીના નિશાન છે. જોકે, આ દોરી તેમની પાસેથી ક્યાંથી આવે તે હજી ખબર પડી નથી.

શું હતો કેસઃ ચાતુર્માસ માટે આચાર્ય 108 વિમદ સાગર મહારાજ ઈન્દોર આવ્યા હતા. તેઓ ગળેફાંસો ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. સેવક અનિલે સૌ પહેલાં જોયા હતા અને તેણે સમાજના લોકોને આ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસને કહેવામાં આવ્યું હતું. નંદાનગર ગલી નંબર 3માં આવેલા ધર્મશાળામાં જૈન સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ ના કરવાની માગ પર જૈન સમાજ અડગ હતો. જોકે, પોલીસની દરમિયાગિરીને કારણે તેઓ પોસ્ટમોર્ટમ માટે તૈયાર હતા. ત્યારબાદ એમવાય હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

3 દિવસ પહેલાં જ આવ્યા હતા. 45 વર્ષીય જૈન સંત સાગર જિલ્લાના શાહદઢમાં રહેતા હતા. 3 દિવસ પહેલાં જ તેઓ એરોડ્રમ સ્થિત એક કોલોનીમાં ઈન્દોરની 3 નંબરની ગલી નંદાનગરમાં ચાતુર્માસ માટે આવ્યા હતા. બપોરના સાડા ચાર વાગે પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા.

જૈન સમાજે કહ્યું હતું કે આચાર્યે તેલ, ખાંડ તથા દૂધનો આજીવન ત્યાગ કર્યો હતો. આચાર્યની આહારચર્યા દરમિયાન આહાર પણ શુદ્ધતા સાથે તૈયાર કરવામાં આવતો હતો. તેઓ ઊભા રહીને સાધના કરતા હતા.

1992માં બ્રહ્મચર્યનું વ્રત લીધું હતુંઃ આચાર્ય શ્રી 108 વિમદ સાગરજી મહારાજનું ગૃહસ્થાવસ્થામાં નામ સંજય કુમાર જૈન હતું. તેમનો જન્મ 9 નવેમ્બર, 1876માં થયો હતો. તેમની માતાનું નામ સુશીલા તથા પિતાનું નામ શીલાચંદ જૈન હતું. પિતા મલેરિયા ઇન્સ્પેક્ટર હતા. વિમદ સાગરજીએ 9 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. 8 ઓક્ટોબર, 1992માં બ્રહ્મચર્યનું વ્રત લીધું હતું.

તેમણે આચાર્ય શ્રી વિરાગ સાગરજી મહારાજ પાસેથી ક્ષુલ્લક દીક્ષા 28 જાન્યુઆરી, 1996માં સાગરના મંગલગિરિમાં લીધી હતી. ત્યારબાદ એલક દીક્ષા 28 જૂન, 1998માં શિકોહાબાદના શોરીપુરીમાં લીધી હતી. 14 સપ્ટેમ્બર, 1998માં ભિંડના બરાસોમાં વિરાગ સાગરજી મહારાજ પાસેથી મુનિ દીક્ષા પણ ગ્રહણ કરી હતી.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I played on this casino platform and succeeded a significant sum of money, but eventually, my mom fell sick, and I required to withdraw some earnings from my account. Unfortunately, I experienced problems and could not complete the withdrawal. Tragically, my mom passed away due to the casino site. I plead for your help in lodging a complaint against this online casino. Please assist me to obtain justice, so that others won’t face the hardship I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page