Saturday, April 20, 2024
Google search engine
HomeGujaratપતિ પથારીવશ થતાં કટોકટીના સમયે સંભાળી લીધું ઓક્સિજનનું કામ, અનેક જિંદગી બચાવી

પતિ પથારીવશ થતાં કટોકટીના સમયે સંભાળી લીધું ઓક્સિજનનું કામ, અનેક જિંદગી બચાવી

કસોટી ચાહે કોઈ પણ હોઈ, અમુક મહિલાઓ પાછીપાની કરવા સર્જાયેલી જ નથી હોતી. કોરોનાના કહેરમાં પણ અમુક લોકો અડગ રહીને માનવધર્મ નિભાવી હજારો લોકોની જિંદગી બચાવી રહ્યા છે. ઘોરાજી ઓક્સિજન સપ્લાયરનો વ્યવસાય કરતાં અનુભાઈ ટીલાળા બીમાર પડતાં ઓક્સિજન ભરવાનું કામ અટકી પડ્યું હતું. ઓક્સિજનની તીવ્ર અછત વચ્ચે દર્દીઓ તડપી રહ્યા હતા ત્યારે અનુભાઈના પત્ની પ્રિતીબેને આગળ આવી જવાબદારી ઉપાડી લીધી છે. છેલ્લાં કેટલાય દિવસથી રાત-દિવસ જોયા વગર પ્રિતબેન દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી સૌથી મોટું પૂણ્યનું કામ કરી રહ્યા છે.

ધોરાજીમાં રહેતાં અનુભાઈ ટીલાળા છેલ્લાં 8 વર્ષથી ઓક્સિજન સપ્લાયર તરીકે બોટલ રીફિલ કર આપવાનો વ્યવસાય કરે છે. તાજેતરમાં બીમાર થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ કોરોનાએ માજા મૂકતાં દર્દીઓ ઓક્સિજન વગર તડપી રહ્યા હતા. ધોરાજીની આસપાસ સરકારી અને ખાનગી હોસ્લિટલમાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આવી કટોકટીની ક્ષણમાં અનુભાઈ ટીલાળાના પત્ની પ્રિતીને ધંધો સંભાળી લઈ અને દર્દીઓને પ્રાણ વાયુ પૂરો પાડ્યો હતો.

પ્રીતિબેન હાલ ઘરકામ, પતિની દેખરેખ સાથે ઓક્સિજન સિલિન્ડરનું રીફિલ કરવાનું એમ એમ ત્રણ-ત્રણ કામ એક સાથે કરી રહ્યા છે. તેઓ છેલ્લાં કેટલાય દિવસથી સરખું સૂતા પણ નથી. એટલું જ નહીં મોડી રાત્રે પણ કોઈ ઓક્સિજન રીફિલ કરાવવા આવે તો તેમને નિરાશ થવું પડતું નથી. તેઓ રસોઈ બનાવતા હોય અને કોઈ ઓક્સિજન સિલિન્ડર ભરાવવા આવે તો તેઓ રસોઈ પડતી મૂકીને સિલિન્ડર ભરવાનું કામ પહેલાં કરી આપે છે.

પ્રીતિબેને જણાવ્યું હતું, ”જો હું અત્યારે હિંમત હારી જાઉં તો કેમ ચાલે? કોરોનાના વધતા કેસના લીધે અત્યારે ઓક્સિજનની ખપત વધી ગઈ છે, ત્યારે આ મારી ફરજ બને છે. કોઈ પણ દર્દી હોસ્પિટલમાંથી કહેણ આવે કે તરત જ હું સમય જોયા વગર તેમને ઓક્સિજન રીફિલ કરી આપું છું.”

પ્રીતિબેને જણાવ્યું હતું, ”મારા પતિનો આ આઠ વર્ષથી બિઝનેસ છે. હું તેમને હંમેશાથી હેલ્પ કરતી આવી છું. એટલ મને આમાં બધી ખબર પડે છે. પતિ બીમારી પડતાં મારાથી આ કામ થતું હોવાથી ઉપાડી લીધું છે. મારાથી જેટલું થાય એટલું કરું છું. મેં પતિનો બિઝનેસ સંભાળતા સંભળતા લોકની સેવા કરી છે. મારા માટે મારો છોકરો દિવસ રાત હેલ્પ કરે છે. રાત્રે પણ જાગે છે. ”

પ્રીતિબેન પાસે હાલ 300 જેટલા ઓક્સિજનના સિલિન્ડર છે.તેને ભરાવવા માટે જામનગર જવું પડે છે. જેના કારણે તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે તેમની સરકારને વિનંતી છે કે નજીકમાં શાપર પાસે તેમને ઓક્સિજન ભરવાની મંજૂરી મળી જાય તો તેને એક ગાડી વધુ મળે અને લોકોની વધુ સેવા કરી શકે.

પ્રીતિબેન કહ્યું, ”બિઝનેસ મારો શોખ છે અને મને કરી બતાવાનો ચાન્સ મળ્યો છે. મારામાં બિઝનેસની શું આવડત છે એ મે સાબિત કરી દેખાડી છે. કોરોના તો થોડો ટાઈમ રહેશે પણ મારો આઠ વર્ષનો બિઝનેસ છે, સંબંધો છે એ મને સપોર્ટ કરે છે.”

આમ પ્રીતિબેન હોસ્પિટલો તથા મેડિકલને ઓક્સિજનની જરૂરિયાત પૂરી પાડીને સેવાનું ઉમદુ ઉદાહરણ સાથે નારી નારાયણી બન્યા છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of exciting insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your mind fly! ? Don’t just read, experience the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page