Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightલગ્ન સમયે જ CISFના જવાનના પિતાએ કરી એવી હરકત કે વેવાઈના શ્વાસ...

લગ્ન સમયે જ CISFના જવાનના પિતાએ કરી એવી હરકત કે વેવાઈના શ્વાસ જ અટકી ગયા પણ પછી…

જયપુરઃ રાજસ્થાનના જયુરના સીઆઈએસએફ જવાને ધૂમધામથી લગ્ન કર્યાં હતાં. ચાંદલા સમયે જ્યારે દુલ્હનના પિતાએ 11 લાખ રૂપિયા શકનમાં આપ્યા ત્યારે તેણે હાથ જોડીને તે રૂપિયા લેવાનો ઈનકાર કર્યો હતો. આ જવાનના હાલમાં વખાણ થઈ રહ્યાં છે. સીઆઈએસએફ જવાન જીતેન્દ્ર સિંહ ઈચ્છે છે કે ભારતમાં દહેજપ્રથા જડમૂળમાંથી પૂરી થઈ જાય. જીતેન્દ્રના પિતા રાજેન્દ્ર સિંહ પોતાની વહુને આગળ ભણાવવા ઈચ્છે છે અને વહુ અધિકારી બને તેવું સપનું છે. જીતેન્દ્રની પત્ની ચંચળ એલએલબી, એલએલએમ છે અને હાલમાં પીએચડી કરે છે.

 

દુલ્હનના સસરા રાજેન્દ્ર સિંહે કહ્યું હતું કે તેમણે ચાંદલા સમયે 11 લાખ રૂપિયા પરત કરીને પોતાની રીતે સમાજમાં કુરીતિને દૂર કરવા માટે નાનકડો પ્રયાસ કર્યો છે. તેમના માટે વહુ, દીકરી સમાન છે. વહુના ગુણો જ દહેજ છે. તેઓ ઈચ્છે છે કે તેમની વહુ ચંચળ બહુ ભણે અને પોતાનું લક્ષ્ય હાંસિલ કરે. ચંચળને પૂરો પરિવાર સાથ આપશે. તે સમાજને કહેવા માગે છે કે તમે પણ વહુને દીકરીની જેમ સમાન તક આપે. વહુ પણ તમારા પરિવારનું નામ રોશન કરી શકે છે.
વરરાજા જીતેન્દ્રે સિંહે કહ્યું હતું કે દેશના સૈનિક હોવાને નાતે તે ઈચ્છે છે કે દેશનો યુવાન દહેજ લેવાનો ઈનકાર કરે અને વિરોધ કરે. દહેજને કારણે લોકો દીકરીને મારી નાખે છે અને જો દેશનો યુવાન આ એક પગલું ભરશે તો દીકરીને મારવાનું ઓછું થશે. દીકરી-દીકરામાં ફરક ના કરો. વહુ-દીકરીઓને ભણાવીને આગળ લાવો.
જીતેન્દ્ર તથા ચંચળના લગ્ન 8 નવેમ્બરે થયા હતાં. ચંચળનના પિતા ગોવિંદ સિંહ શેખાવતે કહ્યું હતું કે જ્યારે વેવાઈએ પૈસા પરત આપ્યા તો તેઓ ડરી ગયા હતાં. તેમને શરૂઆતમાં લાગ્યુ કે લગ્નની વ્યવસ્થાથી તેઓ ખુશ નથી પરંતુ પછી તેમને ખ્યાલ આવ્યો કે આ પરિવાર દહેજની વિરુદ્ધમાં છે.
RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the universe of excitement! ? The captivating content here is a thrilling for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! ? Dive into this cosmic journey of knowledge and let your imagination soar! ✨ Don’t just enjoy, experience the excitement! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page