Saturday, April 20, 2024
Google search engine
HomeNationalનોઈડામાંથી ગુમ થયેલી વિદ્યાર્થિની છેક ગુજરાતમાંથી મળી, સુરતમાં કરતી હતી આ કામ

નોઈડામાંથી ગુમ થયેલી વિદ્યાર્થિની છેક ગુજરાતમાંથી મળી, સુરતમાં કરતી હતી આ કામ

નોઇડાના સેક્ટર-50થી ગુમ થયેલી એમબીએની વિદ્યાર્થિની માનસી બાંગાને પોલીસે 9 દિવસ પછી ગુજરાતના સુરતમાંથી શોધી કાઢી છે. તે એક સલૂનમાં કામ કરતી મળી હતી. એવી જાણ થઈ હતી કે, બહેન અને જીજાજી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ સહિત દરેક સ્થિતિ પર નજર રાખતા હતાં. જે નારાજ થતાં તે ફ્લાઇટથી સુરત પહોંચી ગઈ હતી. પોલીસે યુવતીને તેના પરિવારને સોંપી દીધી છે.

નોઇડાના સેક્ટર-49 પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદકુમાર સિંહ મુજબ, ગત 15 ડિસેમ્બરે મહાગુન મૈનોર સોસાયટીના ફ્લેટ નંબર 317માં રહેતી 21 વર્ષીય માનસી બાંગા સંદિગ્ધ પરિસ્થિતિમાં ગુમ થઈ ગઈ હતી. માનસીના સંબંધી મનોજ દેવલે પોલીસને જાણ કરી હતી. એમબીએની વિદ્યાર્થિની માનસી ગુમ થવાની બાબત સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. પોલીસે વિદ્યાર્થિનીનો ફોટો ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિતના દરેક જિલ્લામાં વાઇરલ કરી તપાસ કરવાની અપીલ કરી હતી.

અહીંથી તે ટ્રેન પકડીને મુરાદાબાદ અને પછી યમુનાનગર(હરિયાણા) આવી હતી. યમુનાનગરથી માનસી ટ્રેનમાં ચંડીગઢ પહોંચી હતી. ચંડીગઢથી તે ફ્લાઇટ પકડીને સૂરત પહોંચી ગઈ હતી. પોલીસે ગાઝિયાબાદ, મુરાદાબાદ અને યમુનાનગર રેલવે સ્ટેશનના CCTV મળ્યા હતાં જે તે વાતનું સબૂત હતું કે, માનસી સુરક્ષિત છે અને પોતાની મરજીથી ક્યાંક જતી રહી છે.

પોલીસને સૌથી મોટી સફળતા ત્યારે મળી જ્યારે માનસીએ ઇમેઇલ દ્વારા પોતાની ફ્રેન્ડને એક મેસેજ મોકલીને બાય કહ્યું હતું. પોલીસે ઇમેઇલ દ્વારા તેનો મોબાઇલ નંબર અને પછી લોકેશન કઢાવ્યું હતું. અંતે કડીથી કડી જોડ્યા બાદ પોલીસે સૂરત સુધી પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે, સુરતમાં માનસીની ફ્રેન્ડનો ભાઈ જોબ કરે છે. તેની સાથે વાતચીત કરીને માનસી એક સલૂનમાં કામ કરવા લાગી હતી.

પોલીસ પૂછપરછમાં માનસીએ જણાવ્યું કે, તેના જીજાજી પેટીએમ કંપનીમાં ઓફિસર છે. બહેન અને જીજાજી તેની દરેક સ્થિતિને મોનિટરિંગ કરે છે. તેના ઘણાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કરી ચૂક્યા છે. આ બધાથી કંટાળીને તે ભાગીને પોતાની મરજીથી ઘર છોડીને જતી રહી હતી.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown Embark into this exciting adventure of imagination and let your thoughts fly! ✨ Don’t just enjoy, immerse yourself in the excitement! #FuelForThought Your mind will thank you for this exciting journey through the worlds of awe! ✨

  2. I engaged on this gambling website and won a considerable sum of money, but later, my mom fell ill, and I needed to take out some earnings from my balance. Unfortunately, I faced difficulties and couldn’t complete the withdrawal. Tragically, my mother passed away due to such casino site. I plead for your support in reporting this site. Please help me to obtain justice, so that others do not face the suffering I am going through today, and avert them from shedding tears like mine. ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page