કોલેજમાં પ્રેમ, લગ્ન બાદ ક્રુર રીતે પત્નીની હત્યા, સાત વર્ષની પ્રેમકહાનીનો ખોફનાક અંત

Feature Right National

મેરઠ: મેરઠના પોશ વિસ્તાર ગંગાનગરમાં એક મહિલાની હત્યામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ ચોંકાવાનારા ખુલાસા કર્યા હતા. શકના કારણે સાત વર્ષની પ્રેમકહાનીનો ખરાબ અંત આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ શિવપુરી ગામનો જસવીર ભાટી પત્ની પૂજા ભાટી (36) સાથે ગંગાનગર સ્થિત પનાશ એપોર્ટમેન્ટના ચોથા માળે રહેતો હતો. જસવીર એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો. જસવીર અને પૂજાના સાત વર્ષ પહેલા લવ મેરેજ થયા હતા. ફ્લેટમાં દુર્ગંધ આવતા સફાઈ કામદારે પોલીસને જાણ કરી હતી. બંધ પડેલા ફ્લેટનું તાળું તોળી પોલીસે અંદર તપાસ કરતાં બેડરૂમમાં મહિલાની લાશ ધાબળામાં વીંટાયેલી મળી હતી. તીવ્ર દુર્ગંધના કારણે પોલીસની હાલત ખરાબ થઈ ગઈ હતી. કોઈ પણ રીતે પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. પોલીસે મહિલાના પતિની જાણાકારી એકઠી કરી કરી હતી. પોલીસે જસવીર સાથે મોબાઈલ પર વાત કરી પણ જસવીરે ઘટનાસ્થળે આવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ પોલીસે ટીમ બનાવી જસવીરની શોધોખોળ આદરી હતી. તપાસના અંતે પોલીસે જસવીરની તેની ઓફિસથી ધરપકડ કરી હતી.

આઠ કલાક ચાલેલી પોલીસ પૂછપરછમાં જસવીરે જણાવ્યું હતું કે તેને તેની પત્ની પર શક હતો. તેણે તેની પત્ની હત્યા કરી લાશને ધાબળામાં વીંટાડીને લઈ જવા માંગતો હતો, જેને નહેરમાં ફેંકવાનો પ્લાન હતો. પણ એકલો હોવાથી લાશને ઉપાડી શક્યો નહોતો. ત્યાર બાદ તેને ત્યાં જ મૂકીને ભાગી ગયો હતો. જસવીરે જણાવ્યું હતું કે તે તેની પત્નીને મારવાનું છ મહિનાથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ઘણી વખત તેને અલગ અલગ જગ્યાએ મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ દર વખતે તે બચી ગઈ હતી. ગયા શુક્રવારે રાત્રે હોટેલમાંથી જમવાનું મંગાવીને ખાધું હતું. અનૈતિક સંબંધોની વાતને લઈને સવારે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. જેમાં જસવીરે પૂજાનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી.

પત્ની પર આરોપ મૂકતા જસવીરે કહ્યું કે તેણે મને પરિવારથી અલગ કરી નાંખ્યો હતો. પિતા હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યા છે. પત્નીએ પરિવારવાળાઓ સાથે સંબંધ કાપી નાંખવાનું જણાવ્યું હતું, જેને લઈને પણ બંને વચ્ચે વિવાદ થતો હતો.

સાત વર્ષની પ્રેમ કહાનીનો દુખદ અંત

જસવીરની સાત વર્ષ પહેલા પૂજા સાથે મુલાકાત થઈ હતી. બંને કોલેજમાં મળ્યા હતા. લગ્નના બે વર્ષ બાદ બંનેના સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થઈ ગઈ હતી. જસવીર દારૂ પીવા લાગ્યો હતો અને પોતાના ગામની જમીન વેચવાનું શરૂ કરી દીધું હતું. એક વર્ષથી જસવીર અને પૂજા ભાડાંના ફ્લેટમાં ગંગાનગર રહેવા આવ્યા હતા. બંને વચ્ચે વહેમનું પરિણામ એ આવ્યું કે પૂજાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *