કેમ આ ખેલાડીની પત્નીને ડરીને સ્ટેડિયમ છોડીને ભાગવું પડ્યું હતું, હવે થયો મોટો ખુલાસો

Sports

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ પ્રત્યે લોકોનો ઝનૂન અન્ય દેશ કરતા વધુ છે. પરંતુ અમુકવાર આ ઝનૂન દરમિયાન અમુક શરમજનક હરકતો કરતા હોય છે. આવી જ ઘટના ભારતીય ટીમના સ્પિનર રહેલા મુરલી કાર્તિક સાથે બની હતી. તેમની પત્નીને ફેન્સે એ રીતે ધમકી આપી હતી કે, તેની પત્નીએ ડરીને સ્ટેડિયમ છોડી ભાગવું પડ્યું હતું. 9 વર્ષ બાદ મુરલી કાર્તિકે ખુલાસો કર્યો કે વર્ષ 2012માં એક કાઉન્ટી મેચ દરમિયાન તેની પત્નીએ શા માટે અધવચ્ચે જ સ્ટેડિયમ છોડ્યું હતું.

ઘણીવાર એવું જોવા મળે છે પતિને સપોર્ટ કરવા પત્નીઓ સ્ટેડિયમમાં આવે છે. પરંતુ ઘણીવાર ફેન્સ ક્રિકેટર્સની પત્નીઓ સાથે ખરાબ વર્તન કરતા જોવા મળે છે. મુરલી કાર્તિકની પત્ની શ્વેતા સાથે પણ આમ જ થયું હતું. તાજેતરમાં રવિચંદ્રન અશ્વિને યુટ્યૂબ શો‘ડીઆરએસ વિથ એશ’માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની પત્નીએ અપમાનિત થઈ મેદાનમાંથી બહાર જવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત અમુક ફેન્સ તેની પત્ની પાછળ ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ગયા હતા.

વર્ષ 2012માં એક કાઉન્ટી મેચ દરમિયાન સમરસેટના બેટ્સમેન એલેક્સ બૈરોને માંકડિંગ કરવાની (નોન-સ્ટ્રાઈકર પર આઉટ કરવાની) ઘટના ફેન્સને ના ગમતા તેમણે સ્ટેન્ડ્સમાં બેસનાર શ્વેતાને ધમકાવી અને તેની ઠેકડી ઉડાડી હતી. આ ઘટનાથી તેની પત્ની શ્વેતા ઘણી ડરી ગઈ હતી.

મુરલી કાર્તિકે કહ્યું કે, તેણે માંકડિંગ કરતા પહેલા બેટ્સમેનને 3 વખત વોર્નિંગ આપી હતી પરંતુ આ અંગે કોઈ વાત કરતું નથી. દરેક વખતે માંકડિંગ કરવા પર બોલરને ખોટો માનવામા આવે છે. પરંતુ જો તેને તક મળે તો ટીમના તમામ ખેલાડીઓને આવી રીતે આઉટ કરવામા પાછળ નહીં હટે. જ્યારે તેણે બેટ્સમેનને માંકડિંગ થકી આઉટ કર્યો દર્શકોએ તેનું હૂટિંગ કર્યું અને તે લોકો ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ગયા હતા.

2012માં કાર્તિક સર્રે માટે રમતો હતો. આ પહેલા તે 3 વર્ષ સમરસેટ માટે રમતો હતો. કાર્તિકે કહ્યું કે,‘ફેન્સને મારું સર્રે માટે રમવું ગમ્યું નહીં. તેઓ આ અંગે ઘણા નારાજ હતા. તેમણે મારી પર ઘણા આરોપ લગાવ્યા હતા. જેમાં એક આરોપ મારી પત્નીને શહેરી લાઈફ સ્ટાઈલ ગમતી હોવાનો હતો.’

શું માંકડિંગનો નિયમ?
ક્રિકેટ મેચ દરમિયાન નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલ બેટ્સમેન બોલ ફેંકાય તે પહેલા ક્રિઝ છોડી બહાર નીકળે તો બોલર તેને રન આઉટ કરી શકે છે. તેને માંકડિંગ તરીકે ઓળખવામા આવે છે. પ્રથમવાર વીનુ માંકડે 1947 માં આ રીતે ઓસ્ટ્રેલિયાના બિલ બ્રાઉનને આઉટ કર્યો હતો. આઈપીએલ 2019માં કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટન્સી કરતા અશ્વિને રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને નોન સ્ટ્રાઈકર એન્ડ પર આઉટ કર્યો હતો. બટલર આ સમયે ક્રિઝની બહાર હતો.

મુરલી કાર્તિકનું કરિયર
સ્પિનર મુરલી કાર્તિકે ભારત માટે 8 ટેસ્ટ, 37 વન-ડે અને 1 ટી-20 મેચ રમી હતી, જેમાં તેણે ટેસ્ટમાં 24 અને વન-ડેમાં 37 વિકેટ પોતાના નામે કરી હતી. ટી-20માં તેના નામે એક પણ વિકેટ નથી. 2007માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે.

મુરલી કાર્તિકની પત્ની શ્વેતા સિંગાપુર એરલાઈન્સમાં એરહોસ્ટેસ તરીકે કામ કરતી હતી, પરંતુ 2003માં લગ્ન બાદ તેણે નોકરી છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, શ્વેતા અને કાર્તિક એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને શ્વેતા કાર્તિકની સિનિયર રહી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *