આ કામ કરીને જ એન્ટેલિયાની બહાર પગ મૂકે છે મુકેશ અંબાણી, શું કરે છે નાસ્તો?

Business

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ધનિક વ્યક્તિઓની યાદીમાં દેશમાં નંબર 1 હોવાની સાથે વિશ્વમાં પણ ટોચના લોકોમાં સામેલ છે. સમગ્ર એશિયામાં મુકેશ અને નીતા અંબાણી કરતા વધુ પૈસો કોઈ જ કપલ પાસે નથી. મુકેશ અંબાણીની સંપત્તિ જોતા તેઓ દર કલાકે 90 કરોડ અને દર મિનિટે લગભગ 1.5 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. આજે અમે તમારી સમક્ષ તેમનું ડેલી રૂટીન જણાવી રહ્યાં છે.

તમામ અહેવાલો અને મુકેશ તથા નીતા અંબાણીએ આપેલા ઈન્ટરવ્યૂઝના આધાર પર અમે તમારી સમક્ષ દેશના સૌથી ધનિક વ્યક્તિનો ડેલી રૂટીન જણાવી રહ્યાં છીએ. મુકેશ અંબાણી સવારે વહેલા ઉઠનાર વ્યક્તિઓમાં સામેલ છે.

તેઓ રોજ સવારે 5 થી 5.30 વચ્ચે ઉઠ્યા બાદ જીમમાં વર્કઆઉટ કરવા જાય છે. આ જીમ તેમના ઘર એન્ટિલિયાના બીજા માળે આવેલો છે. જીમથી પરત આવ્યા બાદ તેઓ બાથ લેવાનું અને પછી ધ્યાન કરવાનું કામ રે છે. તે પછી 7.30 થી 8 વાગ્યા દરમિયાન તેઓ 19માં માળે આવેલા ફ્લોર પર નાસ્તો કરે છે.

મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. નાસ્તામાં તેઓ પપૈયાનો જ્યૂસ, દાળિયા કે દહીં સાથે મિસ્સી રોટી લેવાનું પસંદ કરે છે. સવારે 9 થી 10 દરમિયાન તેઓ એન્ટિલિયાના 14મા માળે આવેલા રૂમમાં ઓફિસ જવા તૈયાર થાય છે. 10 થી 11માં તેઓ ઘરેથી ઓફિસ જવા માટે નીકળી જાય છે.

ઓફિસ જતા પહેલા તેઓ માતા, પત્ની અને બાળકો સાથે અમુક સમય પસાર કરે છે. તેઓ પોતાની માતાના આશીર્વાદ લીધા વગર નીકળતા નથી.

નરીમન પોઈન્ટમાં બનેલી હેડઓફિસમાં મુકેશ અંબાણી 10-12 કલાક કામ કરે છે. તેઓ રાતે 11 વાગ્યા પછી ઘરે આવતા હોય છે. મુકેશ અંબાણી ભલે ગમે તેટલા મોડા આવે ઘરે નીતા સાથે જ ડિનર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *