હૈદરાબાદ ગેંગરેપમાં ચારેય આરોપીનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. તેલંગાણા પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ ચારેય આરોપીને ઘટનાના રિકંસ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી જ્યાંથી આ ચારેય આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી. ત્યાર બાદ ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું.
ચારેય આરોપી 10 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર હતાં. 4 ડિસેમ્બરે આ કેસની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીનું નામ શિવા, નવીન, કેશવુલુ અને મોહમ્મદ આરિફ હતું.
Telangana Police: All four people accused in the rape and murder of woman veterinarian in Telangana have been killed in an encounter with the police. More details awaited. pic.twitter.com/AxmfQSWJFK
— ANI (@ANI) December 6, 2019
27 નવેમ્બરની ઘટનાથી હચમચી ગયો હતો આખો દેશ
હૈદરાબાદના બાહરી વિસ્તારમાં શમશાબાદમાં 27 નવેમ્બરની રાતે ચાર ટ્રક ડ્રાઈવરો અને ક્લિનરે સાથે મળીને મહિલા ડોક્ટરની સાથે ગેંગરેપ કર્યા બાદ પેટ્રોલથી સળવાગીને મારી નાખી હતી. આ ઘટના બાદ આરોપીઓને ફાંસીની માંગને લઈને સમગ્ર દેશમાં પ્રદર્શન થઈ રહ્યું હતું.
jay ho