Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat6 ઈંચ વરસાદથી અમદાવાદ થયું જળબંબાકાર, થયા આવા હાલ

6 ઈંચ વરસાદથી અમદાવાદ થયું જળબંબાકાર, થયા આવા હાલ

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુરુવારથી શરૂ થયેલા વરસાદે સમગ્ર ગુજરાતમાં પાણી જ પાણી કરી નાખ્યું છે. ત્યે શુક્રવાર સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે શુક્રવારે આખી રાત અમદાવાદમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સરખેજમાં 8 ઈંચ, ચાંદખેડામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પણ સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

અમદાવાદમાં શુક્રવારે રાતે 7 વાગ્યાથી સતત વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે ભારે પવન ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સાઉથ બોપલમાં આવેલા ક્લબ O7 રોડ પર સ્થિત નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધસી પડતા 4 લોકો દટાયા હતા. જોકે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે સારવાર દરમિયાન બે લોકોનાં મોત નીપજ્યાં હતાં.

રાતભરના વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું ગયું છે. ખોખરાથી હાટકેશ્વર, સી.ટી.એમ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મણિનગર ગોરના કુવા વિસ્તારમાં પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો રેલની પાસે જનતાનગર, ગાયત્રીનગર, રાજપુર પોસ્ટ ઓફિસ પાસે તેમજ જોગણી માતાના મંદિર પાસે પાણી ભરાયા છે. વટવા પુનિતનગર રેલવે ફાટક, ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોના ઓટલાઓ સુધી પાણી ફરી વળ્યા, મિલ્લતનગર વિસ્તાર ઈશનપુર રોડ, મણિનગર જવાહરચોક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

અમદાવાદમાં 4 અન્ડરપાસને સુરક્ષા કારણોસર બંધ કરી દેવામાં આવ્યા છે. શાહીબાગ, ઉસ્માનપુરા, અખબારનગર અને પરિમલ ગાર્ડન અન્ડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે તેને બંધ કરી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજના 6 ગેટ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે અને તેમાંથી 6000 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey soaring into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! ? Embark into this cosmic journey of imagination and let your thoughts soar! ? Don’t just read, immerse yourself in the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page