Sunday, April 14, 2024
Google search engine
HomeFeature Rightછેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી, ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબક્યો

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની ધમાકેદાર રી-એન્ટ્રી, ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબક્યો

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસના વિરામ બાદ બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. સાક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમ ઉતર મધ્યપ્રદેશ નજીક સક્રિય થઈ છે. જ્યારે બીજી સિસ્ટમ મધ્ય રાજસ્થાન ઉપર સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.

આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરત, ડાંગ, વલસાડ, રાજકોટ, ભાવનગરમાં ભારે વરસાદ થી શકે છે જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. અરવલ્લીના ભિલોડા, બાયડ, માલપુરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. મોડી રાતે વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

અરવલ્લી અને સાબરકાંઠના તાલુકાઓમાં મોડી રાતે વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદ થતાં બે કલાકમાં અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. જોધપુર, સેટેલાઈટ, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભિલોડા, બાયડ, માલપુરમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિસાવદર – 3 ઈંચ, કોટડા સાંગાણી – 3 ઇંચ, સુરત – 3 ઇંચ, ઉમરાળા – 2.5 ઇંચ, મોરબી – 2.5 ઇંચ, ઉમરપાડા – 2.5 ઇંચ, અમરેલી – 2 ઇંચ, દ્વારકા – 2 ઇંચ, ભાવનગર- 2 ઇંચ, માંગરોળ – 2 ઇંચ, રાજકોટ – 2 ઇંચ, ગોગા – 2 ઇંચ, કચ્છ – 1.5 ઇંચ અને વડોદરા – 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the universe of wonder! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! #MindBlown Embark into this exciting adventure of knowledge and let your mind roam! ? Don’t just read, savor the thrill! #FuelForThought ? will thank you for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page