Sunday, April 14, 2024
Google search engine
HomeGujaratવાર્ષિક રૂ.300 કરોડનું ટર્નઓવર છતાં, રોજ ટેમ્પોમાં ફરીને કરે છે વૃક્ષોનું જતન

વાર્ષિક રૂ.300 કરોડનું ટર્નઓવર છતાં, રોજ ટેમ્પોમાં ફરીને કરે છે વૃક્ષોનું જતન

ભાવનગરઃ પર્યાવરણ બચાવવાનું ઝનૂન કેટલી હદે હોય છે તે જાણવું હોય તો દેશની અગ્રણી બ્રાન્ડ કાયમચૂર્ણવાળા ઉદ્યોગપતિ દેવેનભાઈ શેઠ કે જેમનું વાર્ષિક ટર્નઓવર 300 કરૂડ રૂા. છે. તેમને મળવું પડે. તેમણે છેલ્લા 10 વર્ષથી વૃક્ષો માટે અભિયાન છેડીને ભાવનગરને બેંગાલૂરૂ જેવું હરિયાળુ શહેર બનાવવા માટે ભેખ ધરી લીધો છે. અત્યાર સુધીમાં દેવેનભાઈએ એકલા હાથે ઝઝૂમીને 7000 જેટલા વૃક્ષોની ભેટ ભાવેણા નગરીને આપી છે. ગુજરાતમાં ગાંધીનગર બાદ ભાવનગર શહેરને ગ્રીનસિટી બનાવવામાં સિંહફાળો આપ્યો છે.

વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે તેમની સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અભિયાનના બી બેંગાલૂરૂ શહેરની મુલાકાત દરમિયાન તેમના મનમાં વવાયા હતા. તે શહેરને જોઈને મનોમન નક્કી કરી લીધું કે, મારા શહેરને પણ આવું હરિયાળુ બનાવીશ. તે સમયે ભાવનગર કોર્પોરેશન દ્વારા 1111 લીમડાનું વૃક્ષારોપણ કરવામાં આવતા અને તેનું જતન નહિ થતાં જીવ કકળી ઉઠ્યો અને તેની જ્વાળાએ શહેરને આપ્યો પર્યાવરણનો પાક્કો દોસ્ત. આજે દસ વર્ષે તે ધગશ લગીરેય ઓછી થઈ નથી.

પહેલા પોતાની એસયુવી કાર ઝાયલોમાં 40-40 કેરબા ભરી પોતે વાવેલા વૃક્ષોને પાણી પાવા નીકળતા હતા. ત્યારબાદ તેમાં 40 કેરબા ઓછા પડતા આજે સ્પેશિયલ વૃક્ષોના જતન માટે છોટા હાથી ટેમ્પો વસાવી લીધો છે. તેમાં 1500 લીટર પાણીની સિન્ટેક્ષની ટાંકી મુકવામાં આવી છે. રોજ સવારે 6 વાગે તેઓ છોટા હાથી ટેમ્પોમાં નીકળી પડે છે અને એક હાથમાં સ્ટીયરીંગ તેમજ એક હાથમાં પાણીની નોજર વડે વૃક્ષોને પાણી પાતા હોય છે.

5મી જૂને પર્યાવરણ દિવસ દર વર્ષે આવે છે, પરંતુ દેવેનભાઈ શેઠ જેવા પર્યાવરણપ્રેમીઓ માટે દરરોજ પર્યાવરણ દિન છે અને તેમના જેવા વ્યક્તિઓને કારણે જ આજે વિશ્વનું પર્યાવરણ ટક્યું છે, તેમાં બે મત નથી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page