Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratવડોદરા: પતિ અને મહિલા રંગરેલિયા મનાવવાની તૈયારીમાં જ હતા ને પત્ની ગેસ્ટ...

વડોદરા: પતિ અને મહિલા રંગરેલિયા મનાવવાની તૈયારીમાં જ હતા ને પત્ની ગેસ્ટ હાઉસમાં પહોંચી ગઈ

વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં મહિલા સાથે રંગરેલીયા મનાવવા આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. અભયન ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને મહિલાને રૂમમાં જ ખખડાવી નાખ્યા હતાં. અડધી રાતે આ મામલો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

ત્યાર બાદ પત્નીએ મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, મારા પતિ પર મને પહેલેથી જ શંકા હોવાથી શુક્રવારે તેઓ ઓફિસમાંથી નીકળ્યાં ત્યાર બાદ મેં પીછો કર્યો હતો. પીછો કરતા વડોદરા આવી પહોંચી હતી. વડોદરા પહોંચેલા પતિએ પહેલાં સલૂનમાં દાઢી કરાવી ત્યાર બાદ પતિએ કિર્તીસ્થંભથી ઈકો કારમાં આવેલી મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હતી. ત્યાર બાદ તે બંન્ને ખાઉધરી ગલીમાં જમવા માટે ગયાં હતા.

મહત્વની વાત છે કે, પતિ જમ્યા ન હતાં પરંતુ તેની સાથે આવેલી મહિલા જમી હતી. ત્યાર બાદ તેઓ ચા પીવા રોકાયા હતા અને ત્યાંથી સીધા તે બંન્ને ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં બુક કરેલા રૂમમાં રાતે 9-50 વાગે પહોંચી ગયા હતાં.

પત્નીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ અભયમ ટીમને લઈને ગેસ્ટ હાઉસ પહોંચી હતી અને રૂમનો દરવાજો ખોલાવ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલો હતો. તેની સાથે આવેલી મહિલા બાથરૂમમાં છુપાઈ ગઈ હતી તે દરમિયાન તે મહિલાએ મીની ગાઉન પહેર્યું હતું. મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ અન્ય મહિલા સાથે વડોદરા પહોંચ્યા હતાં.

પતિ કહે છે કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો હતો. પરંતુ મારા પતિને તેમની પુત્રીને અઢી મહિનાથી દવાખાને લઈ જવાનો સમય મળતો નથી અને બીજાની દિકરીઓ માટે જન્મક્ષર બતાવવાનો સમય કેવી રીતે મળે છે? હું મારા પતિથી વર્ષ-2017થી થાકી ગR છું. આ અંગે મેં રાત્રે ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ અરજી પણ કરી છે. ગોત્રી પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પત્નીએ જણાવ્યું હતું કે, પતિ ગાંધીનગર ઓફિસમાંથી નીકળ્યા બાદ વડોદરા પહોંચ્યા હતાં. જ્યાં પતિ ર્કિતીસ્તંભ ગયા હતાં. સુરતની કોમલ ઇકોમાંથી ઉતરી પતિની કારમાં બેઠી હતી. બંને જણ મંદિરે ગયા પછી ખાઉધરા ગલીમાં નાસ્તો કરવા ગયા હતાં. ત્યારપછી તેઓ ચા પીવા રોકાયા હતાં. ત્યાંથી નર્મદા ગેસ્ટહાઉસમાં બંને જણ ગયા હતાં. તેમણે અભયમની મદદ લઇ રુમ ખખડાવી દરવાજો ખોલાવતાં પતિએ શર્ટ કાઢેલું હતું જ્યારે મીની ગાઉન પહેરેલા પેલા બહેન રૂમની અંદર ભરાઇ ગયા હતાં.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a thrilling for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a source of inspiring insights! #InfinitePossibilities Dive into this cosmic journey of discovery and let your imagination roam! ✨ Don’t just explore, savor the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this exciting journey through the dimensions of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page