Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalપહેલા માતા, પછી પિતા અને હવે જુવાનજોધ દીકરાનું કોરોનાથી મોત, પત્ની-દીકરાનું કરુણ...

પહેલા માતા, પછી પિતા અને હવે જુવાનજોધ દીકરાનું કોરોનાથી મોત, પત્ની-દીકરાનું કરુણ આક્રંદ

કોરોના દરરોજ ક્યારેય ન ભરાય એવા જખમ આપી રહ્યો છે. અનેક હસતા ખેલતા પરિવારને પીંખી રહ્યો છે. આખા દેશમાં એક એક પછી ખૂબ જ આઘાતજનક કિસ્સા સામે આવી રહ્યા છે. આવો જ એક હચમચાવતો કિસ્સો મધ્યપ્રદેશમાં સામે આવ્યો છે. ખૂબ જ પ્રેમાળ એક પરિવાર પર કોરોના કહેર બનીને ત્રાટક્યો હતો. માત્ર 8 દિવસની અંદર કોરોનાએ આખા પરિવાને છિન્ન ભિન્ન કરી નાખ્યો છે.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના બૈરાગઢમાં બેંકના સીનિયર અધિકારી શશાંક દીક્ષિતના આખા પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાદમાં શશાંકના માતા-પિતાની તબિયત લથડતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સૌ પહેલાં શશાંકની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર હજી આ આઘાતમાંથી બહાર નહોતો આવ્યો કે શશાંકના પિતાએ પણ આંખો મીચી દીધી હતી. માતાના અવસાનના પાંચમાં દિવસે પિતાએ પણ અનંતની વાટ પકડી હતી. માતા-પિતા ગુમાવવાથી જુવાનજોધ દીકરા પર આભ તૂટી પડ્યું હતું.

હજી કુદરતનો ક્રુર ખેલ બાકી હતો. કોરોના હજી વધુ જીવનો તરસ્યો હતો. પિતાના અવસાનના ચોથા દિવસે 29 એપ્રિલના રોજ શશાંક દીક્ષિત પણ કોરોના સામેનો જંગ હારી ગયો હતો. વિધિની વક્રતા તો જુઓ. જે દિવસે શશાંકે અનંતની વાટ પકડી હતી એ દિવસે તેની મેરેજ એનિવર્સરી હતી. શંશાંકે 9 વર્ષ પહેલાં આ જ તારીખે 29 એપ્રિલના રોજ સોનાલી સાથે લગ્ન કર્યા હતા.

આમ માત્ર 8 દિવસની અંદર માતા-પિતા અને પુત્રના કોરોનાથી જીવ ગુમાવ્યા હતા. પહેલા સાસુ-સસરા પછી પતિના મોતથી શશાંકની પત્ની સોનાલી દીક્ષિત ભાંગી પડી છે. તેના પર હવે દીકરાની જવાબદારી પણ આવી પડી છે. બીજી તરફ કોરોનાથી સંક્રમિત શશાંકની બહેન હાલ વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહી છે.

ભગવાન દીક્ષિત પરિવારને આવી પડેલા દુ:ખને સહન કરવાની શક્તિ અર્પે…ઓમ શાંતિ શાંતિ શાંતિ….

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exciting insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just explore, savor the excitement! ? ? will thank you for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page