Wednesday, April 17, 2024
Google search engine
HomeNationalદીકરાએ આખા પરિવારને મારી નાખ્યો, પછી ફિલ્મી અંદાજમાં રચ્યો એવો ખેલ કે...

દીકરાએ આખા પરિવારને મારી નાખ્યો, પછી ફિલ્મી અંદાજમાં રચ્યો એવો ખેલ કે પોલીસ પણ ગોથા ખાઈ ગઈ

એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાના મામલે પોલીસ માનવામાં ન આવે એવો ઘટસ્ફોટ કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી રિટાયર્ડ થયેલા ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં, તેમનાં પત્ની દરક્ષા અને નાના પુત્રની હત્યાના મામલે પોલીસે મોટા પુત્ર સરફરાઝની ધરપકડ કરી છે. પોલીસને ગુમરાહ કરવા માટે ત્રણ મૃતદેહને આરોપીએ પોતાની જ કારથી અલગ અલગ જગ્યાએ ફેંક્યા હતા. તેને પોતાના પરિવારની હત્યા કરવાનો કોઈ જ અફસોસ નથી. ઘટનાનો ઘટસ્ફોટ થયા બાદ લોકોને વિશ્વાસ નથી થતો કે એક પુત્ર પોતાના પરિવારનો હત્યારો કઈ રીતે હોઈ શકે. જે માતાએ જન્મ આપ્યો, જે પિતાએ તેનો ઉછેર કર્યો અને જે નાના ભાઈને તેણે આંગળી પકડીને ચાલતા શિખવાડ્યો, તેમની જ આવી ઘાતકી રીતે એક પુત્ર કે ભાઈ હત્યા કરી શકે છે. એટલું જ નહીં જે બેડ પર માતા-પિતાની હત્યા કરી તે લોહીથી લથબથ ગાદલાં પર સાત દિવસ સુધી સૂતો રહ્યો હતો.

આ હચમચાવી દેતો બનાવ ઉત્તરપ્રદેશના લખનઉમાં  બન્યો છે. ગત્ 6 જાન્યુઆરીએ સરફરાઝના નાના ભાઈ શાવેઝની લાશ રસ્તા પર મળી હતી, તેની હજુ ઓળખ પૂરી થઈ જ ન હતી કે 8 જાન્યુઆરીએ એક અજ્ઞાત પુરુષ અને 13 જાન્યુઆરીએ એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. પોલીસે ત્રણેય હત્યાની કડીને જોડવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ખ્યાલ આવ્યો કે વિકાસનગર વિસ્તારમાંથી ત્રણ લોકો લાપતા છે. તપાસ આગળ વધી તો તેમની ઓળખ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના રિટાયર્ડ ડેપ્યુટી મેનેજર પિતા મહમૂદ અલી ખાં અને સરફરાઝની માતા દરક્ષા તરીકે થઈ.

લવ-મેરેજને કારણે પરિવારના લોકો નારાજ હતા, તેથી આ હત્યા કરી
પોલીસ પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું હતું કે તેને લગભગ પાંચ વર્ષ પહેલાં લવ-મેરેજ કર્યા હતા, જેનાથી પરિવારના લોકો નારાજ હતા. આ કારણે ઘરના સભ્યો તેને ઈગ્નોર કરતા હતા. એને કારણે તે ચાર-પાંચ વર્ષથી કોલકાતા અને બેંગલુરુમાં રહેતાં હતાં. ઘરના લોકો નાના ભાઈની સામે તેનું કંઈ જ ચાલવા દેતા નહોતા, સાથે જ તેને વશમાં કરવામાં માટે તાંત્રિક વિધિ કરાવતા હતા, જેથી તે તેમની બધી જ વાત માને અને ઘરવાળાની નોકરી કરે.

સીઓ નવીન શુક્લાના જણાવ્યા મુજબ, ઓગસ્ટમાં બહેનના નિકાહની તેને જાણકારી મળી. સરફરાઝે ત્યારે જ પરિવારના લોકોની હત્યા કરવાની યોજના શરૂ કરી દીધી. એના માટે તેને વૈકુંઠ ધામમાં કામ કરતા અનિલનો સંપર્ક કર્યો. તેને 1.80 લાખ રૂપિયાની સોપારી આપીને હત્યા કરવા માટે તૈયાર કર્યો. એ બાદ 27 નવેમ્બરે, 2021ના રોજ બહેનના નિકાહ હતા, તેથી તે પોતાના ઘરે આવ્યો અને ત્યાં જ રોકાઈ ગયો. તક મળતાં જ 5 જાન્યુઆરીએ પરિવારના સભ્યોની હત્યા કરી દીધી.

એકસાથે જ કરી હતી ત્રણેયની હત્યા
એસપી ગ્રામીણ હૃદેશ કુમારે જણાવ્યું હતું કે 5 જાન્યુઆરીએ સરફરાઝ અને અનિલે દાળમાં 80 જેટલી ઊંઘની ગોળી નાખી દીધી હતી. જ્યારે માતા-પિતા અને ભાઈ ગાઢ નીંદરમાં સૂઈ ગયાં, એ બાદ બંને આરોપીએ એ રાત્રે જ ત્રણેયનાં ગળાં કાપી નાખ્યાં. એ બાદ પોલીસને ગુમરાહ કરવા ત્રણેયના મૃતદેહને પોતાની કારમાં મૂકીને અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા.

હરદોઈ સંડીલામાં રહેતા સાઢુ સલીમના જણાવ્યા મુજબ, સરફરાઝે ઘરવાળાની વિરુદ્ધમાં લવ-મેરેજ કર્યા હતા. એની જાણકારી મળ્યા બાદ પરિવારે તેનો વિરોધ કર્યો. તેની હરકતથી પરિવારના તમામ લોકો પરેશાન હતા. સરફરાઝ આવું પગલું ભરશે એ તો કોઈએ વિચાર્યું જ ન હતું. તો આ ઘટના બાદ તેમની દીકરી અનમની રડી-રડીને દયનીય હાલત છે.

પરિવારના લોકો જમ્મુ-કાશ્મીર ગયા હોવાની વાર્તા બનાવી
કોઈને શંકા ન જાય એ માટે સરફરાઝે બધા લોકોને જણાવ્યું હતું કે પરિવારના લોકો જમ્મુ-કાશ્મીર ગયા છે. ત્યાં કોઈ કારણસર ફસાઈ ગયા છે. આ દરમિયાન કોઈ ઘરે ન આવી જાય, તેથી બધાને કહ્યું હતું કે તે કોરોના પોઝિટિવ છે. સરફરાઝે હત્યાની યોજના ફિલ્મી સ્ટાઈલમાં બનાવી હતી. તેને હતું કે તે પકડાશે નહીં. જ્યારે ઘણા દિવસ સુધી માતા-પિતા સાથે કોઈ વાત ન થઈ તો બહેન અનમને શંકા ગઈ હતી.

બહેનની શંકા દૂર કરવા માટે સરફરાઝે 13 જાન્યુઆરીએ ફ્લાઈટથી જમ્મુ ગયો. ત્યાંથી બહેન અનમને ભાઈ શાવેઝના મોબાઈલથી કાશ્મીરમાં ફસાયા હોવાની જાણકારી આપી, જેથી તેને વિશ્વાસ થઈ જાય કે આખો પરિવાર કાશ્મીરમાં છે, પરંતુ જ્યારે ત્રણેયના કોલ-ડિટેઈલ અને લોકેશન કાઢવામાં આવ્યાં તો જાણકારી મળી કે ઘટનાવાળા દિવસે ત્રણેયમું લોકેશન લખનઉમાં જ હતું.

ત્રણ અજાણ્યા મૃતદેહ અને વિકાસનગર વિસ્તારમાંથી ત્રણ લોકો ગુમ થયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસને સરફરાઝ પર શંકા ગઈ. એ બાદ પોલીસે સરફરાઝની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી. એ બાદ તેણે ગુનો કબૂલ્યો હતો. બુધવારે સવારે 11 વાગ્યે નિરીક્ષણ કરવા પોલીસ તેના વિકાસનગર સ્થિત ઘરે પહોંચી તો ત્યાં લોહીથી લથબથ ગાદલાં અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર મળી આવ્યું હતું.

ભાઈનો મૃતદેહ સૌથી પહેલા મળ્યો
ઈન્ટોજામાં માલ રોડ નજીક 6 જાન્યુઆરીએ સરફરાઝના નાના ભાઈ શાવેઝનો મૃતદેહ મળ્યો હતો. તેની બોડી રસ્તા પર જ પડી હતી, તેથી પહેલાં એ મળી. પોલીસે હજુ તો તેની ઓળખ જ કરી ન હતી કે 8 જાન્યુઆરીએ મલિહાબાદમાં તેના પિતા મહમૂદ અલી અને 13 જાન્યુઆરીએ માલ વિસ્તારમાંથી માતા દરક્ષાનો મૃતદેહ મળી આવ્યા હતા. પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું હતું કે મૃતદેહની ઓળખ ન થાય એ માટે તેને ત્રણેય મૃતદેહને અલગ-અલગ જગ્યાએ ફેંક્યા હતા.

ઘરે આવવા-જવાનું ઓછું કરી દીધું હતું
સરફરાઝના માસા સલીમે જણાવ્યું હતું કે સરફરાઝે પરિવારની વિરુદ્ધમાં કોલકાતાની એક યુવતી સાથે લવ-મેરેજ કર્યા હતા, જેને કારણે આખો પરિવાર તેના વિરોધમાં હતો. આ કારણે જ તેને ઘરે આવવા-જવાનું પણ ઓછું કરી દીધું હતું. મગજમાં ભરાયેલી વેરભાવના અને ખોટા વિચારને કારણે તેને આવું હિચકારું કૃત્ય કર્યું. અને તેનો આખો પરિવાર વિખાઈ ગયો.

એક ઝનૂને ભણેલીગણેલી વ્યક્તિને શેતાન બનાવી દીધો…
પરિવારના લોકોનું કહેવું છે કે સરફરાઝ ભણવામાં ઘણો જ હોશિયાર હતો. હંમેશાં ફર્સ્ટ નંબર લાવતો હતો. તેનો પ્રાથમિક અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય અલીગંજથી થયો. એ બાદ તેને લખનઉ યુનિવર્સિટીમાં MCom કર્યું, જે બાદ લૉ કેમ્પસથી LLB કર્યું. સાથે જ CA ન કરી શકતાં તેને ICWAનો કોર્સ કર્યો. તે જજ બનવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન એક યુવતીના સંપર્કમાં આવીને ઘરથી દૂર થઈ ગયો.

કોલકાતા ગયા બાદ શું ઝનૂન ચઢ્યું કે તે આખા પરિવારને પોતાની વિરુદ્ધ ગણતો હતો. પરિવારના લોકો હંમેશાં તેને પુત્રની જેમ રહેવા માટે બોલાવતા રહેતા હતા અને તેથી જ તેને પુત્રી અનમના નિકાહ માટે પણ બોલાવ્યો હતો, પણ તેના મગજમાં શું ધૂન હતી, જેને કારણે તે રાક્ષસ બની ગયો.

હત્યા કર્યા પછી પણ માતાએ બનાવેલું જમ્યો, સાત દિવસ સુધી લોહીથી લથબથ ગાદલાં પર પણ સૂતો
સરફરાઝની માનસિક સ્થિતિ અને તેના પાગલપણાનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તેને માતા-પિતા અને નાના ભાઈની હત્યા કર્યા બાદ, લોહીથી લથબથ ગાદલાં પર તે સાત દિવસ સુધી સૂતો રહ્યો. જ્યારે ભાઈથી એટલી નફરત હતી કે તેના લોહીના ડાઘવાળું ગાદલું તે છત પર ફેંકી આવ્યો હતો. તે તેના લોહીને પણ જોવા માગતો ન હતો. તેથી જ તેને સૌથી પહેલા પોતાના ભાઈના મૃતદેહનો નિકાલ કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં સરફરાઝે જણાવ્યું હતું કે અનિલની સાથે મળીને સૌથી પહેલા તેની માતા, પછી પિતા અને છેલ્લે ભાઈની હત્યા કરી. હત્યા કરીને મૃતદેહને ઠેકાણે પાડ્યા પછી તે 6 જાન્યુઆરીએ ઘરે પરત ફર્યો. જે પછી મમ્મીએ બનાવેલું જમ્યો. એ બાદ તેને આખું ઘર સાફ કર્યું. જે પથારી પર અમ્મી-અબ્બુની હત્યા કરી હતી એ ચાદર હટાવીને ત્યાં જ સૂઈ ગયો.

આખો મામલો શાંત થાય તેએપછી ગાદલાં, હથિયારને ઠેકાણે પાડવાનો પ્લાન હતો, પરંતુ એ પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેણે કહ્યું હતું કે આ હત્યાનો કોઈ જ શોક કે ગમ નથી. પ્રાથમિક તપાસમાં તે હસી હસીને વાત કરતો હતો. જોકે ઘટનાસ્થળે બહેનને જોઈને તે ભાવુક થઈ ગયો હતો. સંબંધીઓ તો હવે સરફરાઝનું મોઢું જોવા માટે પણ તૈયાર નથી.

RELATED ARTICLES

1 COMMENT

  1. I tried my luck on this gambling site and earned a significant amount of money. However, later on, my mom fell critically sick, and I needed to take out some earnings from my wallet. Unfortunately, I faced problems and was unable to withdraw the funds. Tragically, my mother passed away due to such casino site. I kindly ask for your assistance in addressing this issue with the online casino. Please help me in seeking justice, to ensure others do not face the anguish I’m facing today, and stop them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page