Thursday, April 11, 2024
Google search engine
HomeReligionઘરમાં ભૂલથી પણ શ્રીકૃષ્ણ ગીતા ઉપદેશ આપતા હોય તેવી તસવીર લગાવવી નહીં!

ઘરમાં ભૂલથી પણ શ્રીકૃષ્ણ ગીતા ઉપદેશ આપતા હોય તેવી તસવીર લગાવવી નહીં!

અમદાવાદઃ 27 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવશે. દિવાળીની તૈયારીઓ ઘણાં સમયથી કરી દેવામાં આવતી હોય છે. આપણે આપણાં સંબંધીઓને ગિફ્ટ પણ આપતા હોઈએ છીએ. ઘણીવાર આપણે ભૂલથી એવી ગિફ્ટ આપી દઈએ છીએ, જેનાથી ગિફ્ટ લેનાર કે આપનારનું નુકસાન થાય છે. આજે આપણે આવી જ કેટલીક ગિફ્ટ વિશે વાત કરીશું, જે આપવાથી કે લેવાથી નુકસાન થાય છે.

1. ભગવાન કૃષ્ણ, અર્જુનને કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતા ઉપદેશ આપે છે, તેવી તસવીર ક્યારેય આપવી નહીં અને ક્યારેય ઘરમાં લગાવવી જોઈએ નહીં.
2. દિવાળીમાં લોકો એકબીજાને દેવી-દેવતાની તસવીરો આપે છે પરંતુ ધ્યાન રાખવુ કે તસવીરમાં દેવી-દેવતા ગુસ્સામાં કે પછી યુદ્ધ કરતાં હોવા જોઈએ નહીં.
3. રામાયણ, મહાભારત, ગ્રહણ, જંગલી જાનવર, દુષ્કાળ, સૂર્યાસ્તની તસવીરો ક્યારેય ભેટમાં આપવી નહીં અને લેવી નહીં.
4. દિવાળી પર માતા લક્ષ્મીની લોકો રાહ જુએ છે. જો કોઈ ભેટમાં માતા લક્ષ્મીની તસવીર આપે તો તેમાં માતા બેઠેલી હોવી જોઈએ. લક્ષ્મીજી બેઠા હોય તો તે ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને લક્ષ્મી ટકે છે.
5. નીચે પાણી પડતું હોય તેવા ધોધની તસવીર લેવી નહીં અને આપવી નહીં.
6. ભેટમાં ક્યારેય કાંટાળા છોડ કે બોનસાઈ છોડ લેવા નહીં. આ આપનાર તથા લેનાર બંને માટે અશુભ છે.
7. ભેટમાં ક્યારે અણીદાર વસ્તુઓ આપવી નહીં. આનાથી ભેટ લેનાર તથા આપનાર વચ્ચે કટુતા ઉત્પન્ન થાય છે.
RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a goldmine of inspiring insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your imagination fly! ? Don’t just read, immerse yourself in the excitement! ? Your mind will thank you for this exciting journey through the worlds of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page