Monday, April 15, 2024
Google search engine
HomeGujaratબ્રિટિશરોએ વસાવેલા ગુજરાતના આ ગામના દરેક ઘરમાં એસી વગર પણ આહલાદક ઠંડકનો...

બ્રિટિશરોએ વસાવેલા ગુજરાતના આ ગામના દરેક ઘરમાં એસી વગર પણ આહલાદક ઠંડકનો અનુભવ

ગુજરાતમાં હજી ઘણા એવા જૂનવાણી મકાનો છે, જેની ખાસિયતો આગળ આજના નવા મકાનોનું કંઈ ન આવે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકના ‘ખારાઘોડા’ ગામની ખૂબી જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. અંગ્રેજોએ વસાવેલા આ ગામમાં દરેક ઘરમાં એસી વગર એસી જેવી ઠંડક રહે છે. દરેક ઘરની ડિઝાઈન એવી છે કે છત પર બારી મૂકવામાં આવી છે. એટલું જ નહીં કચ્છના ખતરનાક ભૂકંપ વખતે પણ આ ગામના એક પણ ઘરની કાંકરી સુદ્ધા ખસી નહોતી.

આઝાદી પહેલા બ્રિટિશ હકૂમત સમયે અંગ્રેજોએ સને 1872માં નાના રણના કાંઠે આવેલા ખારાઘોડામાં મીઠું પકવવાની શરૂઆત કરી હતી. આ વખતે અંગ્રેજોએ આડી અને ઉભી લાઈનમાં 650 મકાનો સાથેનું એક આખુ ‘ખારાઘોડા-નવાગામ’ વસાવ્યું હતુ. આ મકાનોમાં પ્રથમ લાકડાના માળખા બનાવી તેના ઉપર લોખંડની ગડરો ગોઠવી બાદમાં દિવાલ બનાવવામાં આવી હતી.

અંગ્રેજોએ બનાવેલા દરેક મકાનમાં છતમાં બારી ફીટ કરવામાં આવી છે. જેના કારણે ધોમધખતા 48 ડિગ્રી તાપમાનમાં પણ અંદર એર કન્ડિશનર જેવી ઠંડી મળી રહે છે.

નોંધનીય છે કે ખારાઘોડામાં અંગ્રેજો દ્વારા મીઠા પર ટેક્સ વસૂલાતો હતો અને એ ટેક્ષની રકમમાંથી અંગ્રેજોનું ત્રીજા ભાગનું સંરક્ષણ બજેટ પૂરું પાડવામાં આવતુ હતુ.

અંદાજે 150 વર્ષ અગાઉ વસાવાયેલા ખારાઘોડા-નવાગામમાં સાત ભવ્ય બંગલા પણ હતા. ગામમાં પ્રવેશતા ડાબી બાજુ એક ભવ્ય વિલ્સન હોલ આવેલો છે. જ્યાં બ્રિટિશ હકૂમત સમયે અંગ્રેજ અમલદારોની મીટિંગ યોજાતી હતી.

વર્ષ 1947માં દેશ આઝાદ થતાં ભારત સરકારે ખારાઘોડામાં હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી. ત્યારબાદ આ મકાનોમાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને મજૂર કામદારો તથા અગરિયાઓ વસવાટ કરતા હતા. એ સમયે ત્રીજા દરજ્જા મકાનોનું ભાડું 75 પૈસા, બીજા દરજ્જાના મકાનોનું ભાડું રૂ. 1.25 અને પ્રથમ દરજ્જાના બંગલ‌ાનું ભાડું રૂ. 3 હતું.

બ્રિટિશ હકૂમત સમયે ખારાઘોડામાં કસ્ટમ વિભાગની ભવ્ય બિલ્ડિંગ હતી. જેના પર આજે પણ સને 1880 લખેલું સ્પષ્ટ વંચાય છે. અંગ્રેજોની વિદાય થતાં કસ્ટમ વિભાગમાંથી સોલ્ટ ડિપાર્ટમેન્ટ અલગ પડ્યું હતુ. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા ખારાઘોડા ખાતે હિંદુસ્તાન સોલ્ટ લિ.ની સ્થાપના કરી હતી.

આજે પણ ખારાઘોડા મીઠું અને તેને પકવતા અગરિયાના કારણે જાણીતું સ્થળ છે. ખારાઘોડાના રણમાં ઘૂડખર પ્રાણીને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંની મુલાકાત લે છે.

RELATED ARTICLES

5 COMMENTS

  1. I participated on this online casino platform and won a significant pile of earnings. However, eventually, my mother fell critically ill, and I required to cash out some money from my account. Unfortunately, I experienced difficulties and could not finalize the cashout. Tragically, my mother passed away due to such online casino. I earnestly request your assistance in bringing attention to this concern with the platform. Please aid me to find justice, to ensure others won’t face the anguish I’m facing today, and avert them from experiencing similar heartache. ??

  2. I participated on this online casino platform and secured a substantial pile of money. However, eventually, my mother fell critically ill, and I required to withdraw some money from my account. Unfortunately, I faced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom died due to such gambling platform. I kindly request your assistance in reporting this concern with the platform. Please assist me in seeking justice, to ensure others won’t have to experience the hardship I’m facing today, and avert them from experiencing similar heartache. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page