Wednesday, April 10, 2024
Google search engine
HomeGujarat100 લોકોની વસ્તીવાળા ગામના યુવાનનો રાજ્યમાં પહેલો નંબર આવ્યો, નાયબ કલેક્ટર બન્યો

100 લોકોની વસ્તીવાળા ગામના યુવાનનો રાજ્યમાં પહેલો નંબર આવ્યો, નાયબ કલેક્ટર બન્યો

ચારણ ગઢવી સમાજના દીકરાએ ધમાકો મચાવ્ચો છે. કચ્છના માંડવી તાલુકાના છેવાડાના ગામ વિંગડીયાના યુવાન જયવિરદાન ગઢવીએ ઈતિહાસ રચ્યો છે. જયવિરદાન ગઢવીએ સમ્રગ ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે ઉતીણ થઈને ચારણ ગઢવી સમાજ સહિત સમગ્ર કચ્છનું ગૌરવ વધાર્યું છે.

વિંગડીયાના યુવાન જયવિરદાન ગઢવીએ હાલમાં લેવાયેલી નાયબ ક્લેકટર વર્ગ-1માં કુલ 530.75 માર્ક સાથે મગ્ર રાજયમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 100 લોકોની પણ ઓછી વસ્તી ધરાવતા વિંગડીયા ગામની પ્રા. શાળામાં ધો.5 સુધીનો અભ્યાસ કર્યા બાદ 10 ધોરણ સુધીનું શિક્ષણ ડુમરા નવોદય વિદ્યાલય ખાતે મેળવ્યું હતું. બાદમાં રાજકોટની મોદી સ્કુલમાં 12 સાયન્સ પાસ કરીને સુરત ખાતેથી મિકેનીકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.

જયવિરદાન ગઢવી આટલેથી ન અટકતા દિલ્હી જઈ યુપીએસસીની તૈયારીઓનો આરંભ કર્યો હતો. જે આજ દિન પર્યંત ચાલુ છે. આ દરમ્યાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ-1 અને વર્ગ-2 ની પરિક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં જયવિરે પ્રથમ વખત જ ભાગ લઈને સમગ્ર રાજયમાં પ્રથમ પ્રયત્ને જ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ અંગે જયવિર ગઢવીએ જણાવ્યું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. છેલ્લા બે વર્ષથી વ્હોટ્સ એપ, ફેસબુક જેવી તમામ સોશિયલ મીડિયા સાઈટથી સદંતર અળગો રહીને કોચિંગ ઉપરાંત યુટયુબ પરથી સતતપણે ડીઝીટલી પ્રશિક્ષણ મેળવતો રહ્યો છું અને આ સફળતાની પરીપૂર્ણતા આવનારા દિવસોમાં લોકોની સેવા દ્વારા જ થઈ શકશે.

જયવિર ગઢવીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે રિઝલ્ટના દિવસે મિત્રોના કોલ આવતા હતા. હું સૂતો હતો. મેં કોઈ મિત્રોના કોલ રિસિવ કરવાના બદલે કમ્પ્યુટર ખોલીને મારું રિઝલ્ટ ચેક કર્યું. એ પહેલા હું મેન્ટલી પ્રિપેર હતો કે જે પણ રિલઝલ્ટ આવે એ સ્વિકારી લઈશ. જેવી રિઝલ્ટની પીડીએફ ખોલી પહેલું મારું નામ જોઈને થોડીક વાર તો મને કંઈ ખબર જ ના પડી. મને માન્યામાં જ નહોતું આવતું. પછી હું દોડીને મમ્મી પાસે ગયો. મમ્મી મારી વાત સાંભળીને રડવા લાગી. પછી મેં પપ્પા અને મારા ભાભીની વાત કરી. મને ખબર જ નથી એ સમયે મને શું થયું હતું.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of wonder! ? The thrilling content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exciting insights! #AdventureAwaits ? into this cosmic journey of knowledge and let your imagination fly! ? Don’t just read, experience the thrill! ? ? will thank you for this exciting journey through the dimensions of endless wonder! ✨

  2. I played on this online casino platform and earned a considerable amount of money. However, eventually, my mother fell seriously sick, and I needed to withdraw some earnings from my wallet. Unfortunately, I encountered difficulties and was unable to finalize the cashout. Tragically, my mom died due to the casino site. I earnestly request your help in bringing attention to this issue with the online casino. Please help me in seeking justice, to ensure others do not experience the hardship I’m facing today, and prevent them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page