Wednesday, April 10, 2024
Google search engine
HomeBollywoodમળો, આ છે શિલ્પા શેટ્ટીની નાની નણંદ, બે સંતાનો બાદ લીધા હતાં...

મળો, આ છે શિલ્પા શેટ્ટીની નાની નણંદ, બે સંતાનો બાદ લીધા હતાં ડિવોર્સ

મુંબઈઃ શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા અને દીકરા વિઆન કુંદ્રા વિશે તો બધાં જાણે જ છે. તો શિલ્પાની માં અને બહેન શમિતા શેટ્ટીને પણ બધાં ઓળખે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, શિલ્પાને બે નાની નણંદો છે, એકનું નામ રીના અને બીજીનું નામ રેણું છે. રીનાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બીજાં લગ્ન કર્યાં હતાં. રીના ડિવોર્સી છે અને તેને બે દીકરીઓ પણ છે. તો રીનાનું ભાભી શિલ્પા સાથે પણ બહુ સ્સારું બને છે.

નણંદ રીનાનાં લગ્નમાં ભાભી શિલ્પાએ બહુ હોંશભેર ભાગ લીધો હતો. શિલ્પાએ નણંદની સંગીત સેરેમનીમાં પતિ રાજ કુંદ્રા સાથે જબરદસ્ત ડાન્સ પણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, શિલ્પાની નણંદનાં આ બીજાં લગ્ન હતાં. રીનાએ જેની સાથે લગ્ન કર્યાં તે પણ ડિવોર્સી જ હતો અને તેને પણ બે બાળકો છે.

શિલ્પાએ તેની નણંદને ફરીથી જીવનની સફર ચાલું કરવા માટે અભિનંદન આપ્યાં હતાં અને ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરી લાંબી લચક પોસ્ટ લખી નણંદ અને નણંદોઇનું સ્વાગત કર્યું હતું.

શિલ્પાએ નણંદ માટે લખ્યું હતું: મારી બહેન રીના ખૂબ-ખૂબ અભિનંદન, માત્ર લગ્ન માટે જ નહીં પરંતુ આ એક સાહસભર્યું પગલું લેવા બદલ. તમે તમારા જીવનમાં પરિસ્થિતિઓનો જે રીતે સામનો કર્યો છે, એ જ રીતે આગળ પણ મજબૂતીથી કરતાં રહો. તમે સિંગલ પેરેન્ટઅની ફરજ જે રીતે નિભાવી તેને જોઇને ખુશી થાય છે. તમે તણાવ, બલિદાન અને આંસુઓ વચ્ચે બંને બાળકોની પરવરિશ કરી. બંને બાજુની ફરજો નિભાવી, છતાં ક્યારેય કોઇની સાથે નમતું ના જોખ્યું. તમે સન્માન અને પ્રેમનાં ડબલ હકદાર છો.

ત્યારબાદ શિલ્પાએ લખ્યું હતું: તમારી શક્તિ અને વિશ્વાસ જોઇને મને પણ પ્રેરણા મળે છે. તમને જોઇને મારામાં પણ વિશ્વાસ ઊભો થાય છે. તમે એ બધાં જ માટે પ્રેરણા છો, જે વિચારે છે કે, નિષ્ફળ લગ્ન અને બાળકો સાથે જીવનમાં આગળ વધી ના શકાય. પ્રેમ ગમે ત્યારે, ગમે ત્યાં થઈ શકે છે. જો તમે તેમાં વિશ્વાસ રાખતા હોય તો. પરિવારમાં તમારું સ્વાગત છે અંશુલ અને ગુડલક. હવે તમે હમ દો હમારે ચાર કે સાથ નવું જીવન શરૂ કરી રહ્યાં છો.

નણંદ રીનાનાં લગ્નમાં શિલ્પાએ બહુ એન્જોય કર્યું હતું. લગ્નમાં શિલ્પાની બહેન શમિતા શેટ્ટી અને માં સુનંદા પણ હાજર રહ્યાં હતાં. શમીતા અને રીના વચ્ચે બહુ સારું બોન્ડિંગ જોવા મળ્યું.

RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this casino platform and managed a significant sum of money, but eventually, my mom fell sick, and I wanted to cash out some earnings from my balance. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such casino site. I request for your help in reporting this online casino. Please support me to obtain justice, so that others won’t have to undergo the suffering I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. Great blog! Is your theme custom made or did you download
    it from somewhere? A theme like yours with a few simple adjustements would
    really make my blog stand out. Please let me know where you got your design. Bless
    you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page